(રાગ: એક શૂન્યમાં લક્ષ્મી નારાયણ પોઢ્યા રે)
એક દિલડાં દર્પણ જેવાં રાખો રે પ્રતિબિંબ જડપી લેવાય;
એક હૈયામાં દયા ક્ષમા રાખો રે પ્રતિબિંબ જડપી લેવાય;
ગંગા યમુના જેવું મનડું ચોખ્ખું નિર્મળ રાખો રે.........
હો......એક વાણીમાં અમૃત સરખું ભાખો રે.......પ્રતિબિંબ જડપી લેવાય;
શ્રવણેન્દ્રીમાં સદગુરુના વચને ચિતડું રાખો રે.......
હો.....જનતા જનાર્દનમાં આતમ ભાવ લાવો રે......પ્રતિબિંબ જડપી લેવાય;
કર્મેન્દ્રીમાં કર્મ સમર્પણ, બ્રહ્મભાવ મન રાખો રે.......
હો....ચુંથારામની વાણી ખુબ વિચારો રે.......પ્રતિબિંબ જડપી લેવાય;