(રાગ: આવશે એ અલબેલોજી અંતકાળે)
દુરીજનીયાંથી દુર રહીએ - આપણે તો ભજનમાં રહીએ
ભજનમાં રહીએ ને સતસંગ કરીએ
પર નિંદા પરહરીએ - આપણે તો ભજનમાં રહીએ
કજીયો કંકાસ ના કરીએ - આપણે તો ભજનમાં રહીએ
હરિનું નામ ખુબ ખુબ ઘૂંટીને લઈએ
જન્મ સફર કરી લઈએ - આપણે તો ભજનમાં રહીએ
કડવા વચન ના વદીએ - આપણે તો ભજનમાં રહીએ
નિજ સ્વરૂપનું ચિંતન કરીએ
ગુરુજીના જ્ઞાનમાં રહીએ - આપણે તો ભજનમાં રહીએ
પરોણા થઇ ઘેર ફરીએ - આપણે તો ભજનમાં રહીએ
સ્વાર્થ ત્યાગીએ ને પરહિત તાકીએ
ચુંથારામ આનંદમાં રહીએ - આપણે તો ભજનમાં રહીએ