જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Sunday, May 18, 2025

વાણીમાં વેવલો વાતોમાં શૂરો

(રાગ: વૃંદા તે વનમાં ગયો રે ચારતા.....)

વાણીમાં વેવલો, વાતોમાં શૂરો...વાણી થકી વર્તાય...

હોવ...હોવ વાણી થકી વર્તાય...જીવ તારી અજ્ઞાને મતિ મૂંઝાય

પોતાના મતના પંથી બોલાવે, સંતો દેખી શરમાય......

હોવ...હોવ સંતો દેખી શરમાય...જીવ તારી અજ્ઞાને મતિ મૂંઝાય

ચામડાની પુતળી, ચામમાં જ રાજી...જ્ઞાને વંચિત રહી જાય......

હોવ...હોવ જ્ઞાને વંચિત રહી જાય...જીવ તારી અજ્ઞાને મતિ મૂંઝાય 

ભણે ખરો, પણ ભાનમાં ના આવે....ભણેલું ભૂલી જાય

હોવ...હોવ ભણેલું ભૂલી જાય...જીવ તારી અજ્ઞાને મતિ મૂંઝાય

ગુરુ પ્રતાપે, ગાવે ચુંથારામ....ગુરુજી ઉતારે ભવ પાર....

હોવ...હોવ ગુરુજી ઉતારે ભવ પાર....જીવ તારી અજ્ઞાને મતિ મૂંઝાય