
સ્વામી શંકર* આ રીતે ગુરુનું વર્ણન કરે છેઃ- "સાચા ગુરુની સરખામણી ત્રણેય લોકમાં થઇ શકે નહિ. જો ખરેખરે પારસમણીનો પત્થર, જે કહેવાય છે કે લોખંડને સોનામાં બદલી શકે છે, પરંતુ બીજા પારસમણીમાં નહિ. જ્યારે બીજી તરફ સદ્ગુરુ પોતાના શરણમાં આશ્રય લેતા શિષ્યને પોતાના સમાન બનાવે છે. તેથી જ ગુરુ અજોડ જ નહિ પરંતુ અગમ્ય છે
શ્રી શ્રી પરમહંસ યોગાનંદ, યોગદા સતસંગ સોસાયટી ઑફ ઇન્ડીયા/સેલ્ફ રિઅલાઇઝેશન ફેલોશિપના ગુરુ-સ્થાપકે કહ્યું છે કે "ગુરુ જાગ્રત ઇશ્વર છે, જે શિષ્યમાંના સુસુપ્ત ઇશ્વરને જગાડે છે, સહાનુભૂતિ તથા ઊંડા માનસદર્શન દ્વારા ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક રીતે દયાપાત્ર વ્યક્તિમાં ઇશ્વર પોતે દુખી થતો હોય તેમ સદ્ગુરુ જૂએ છે અને તેથી જ તેઓને મદદ કરવાની ફરજને આનંદદાયક અનુભવે છે. ભૂખ્યા કંગાળમાં ભગવાનને ખવડાવવાનો, અજ્ઞાનીઓમાં ઊંગતા ઇશ્વરને ઢંઢોળવાનો, દુશ્મનમાં રહેલ અચેત ઇશ્વરને પ્રેમ કરવાનો અને તીવ્ર ઉત્સુક ભક્તમાંના અર્ધજાગૃત ઇશ્વરને જગાડવાનો પ્રયત્ન કરે છે. આગળ વધેલ જીજ્ઞાસુમાં એ લગભગ પૂર્ણ પણે જાગ્રત ઇશ્વરને પ્રેમના મૃદુ સ્પર્શ વડે ત્વરીત જાગૃત કરે છે. સર્વ મનુષ્યોમાં ગુરુ ઉત્તમ દાની છે. ઇશ્વરની જેમજ તેની દાનશીલતાની કોઇ હદ નથી."
આમ પરમહંસ યોગાનંદજીએ વર્ણવ્યું હતું કે સદગુરુ અનંત સમજણ, અનંત પ્રેમ, સર્વવ્યાપક, સર્વને આવરી લેતી ચેતના છે. જે શિષ્યોને પરમહંસજીને જાણવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું તેઓએ તેમનામાં આ ગુણોને પૂર્ણ પણે વ્યક્ત થતા જોયા હતા.
--------------------------------------------------------------------------------
*ભારતના મહાન તત્વજ્ઞાની તથા ભારતના પૂરાતન સ્વામી પરંપરાના સ્થાપક (૮ મી અને ૯ મી સદીની શરૂઆતમાં થયેલા) સ્વામી શંકર કે જેમાં સંત, વિદ્વાન અને કર્મયોગીના ગુણોનું ભાગ્યે જ મળતું ઐક્ય જોવા મળે છે.
ક્રમશઃ
No comments:
Post a Comment