Know ThySelf is a way to share our spiritual thoughts. To know oneself is neither easy nor difficult. The only thing is to think with the true sight. Devotional Songs; AMRUTBINDU ("અમૃતબિંદુ") & SHABD-SMRUTI ("શબ્દ-સ્મૃતિ") lead us to the unexplored region of sacred emotions where we can realize ourselves. Its the only way to experience oneself, of course the "real Experience" which should only be the GOAL of our life.....
જય પ્રભુ
Tuesday, June 15, 2010
ગુરૂગીતા 1
ગુરૂગીતા
પરમતત્વ પરમાકાશ - કૈવલ્ય - જો હૈ સો હૈ
કેવળ સ્વયં મહાચિદાકાશ સંપૂર્ણ પ્રકાશ
ભગવાન શંકર જગદંબા પાર્વતી ચૈતન્ય સંવાદ
ગુરૂગીતા
સ્વયં પૂર્ણબ્રહ્મ જ છે જુદું બીજું કંઇ જ નથી
સ્વયં પૂર્ણસ્વરૂપ પૂર્ણબ્રહ્મ સ્વયંસિધ્ધ જ છે
સ્વાત્મા અનંત સચ્ચિદાનંદબ્રહ્મગુરૂ સર્વત્ર સમાન ભરપૂર છે
સ્વયં મહાચિદાકાશ અનંત એક રસ જ છે
સ્વયં સચ્ચિદાનંદબ્રહ્મ અનંત એકરસ જ છે
આપણે ન પકડીએ તો કોઇ પકડાવે નહી; આપણે ન છોડીએ તો કોઇ છોડાવેય નહી
આત્મા જ શિષ્ય, આત્મા જ ગુરૂ, આત્મા જ પરમાત્મા
પોતે પકડે છે એ શિષ્ય, પોતે છોડે છે એ ગુરૂ, પોતે કેવળ પોતે છે એ પરમાત્મા
જો હૈ સો હૈ
Tuesday, March 23, 2010
રામનવમી
ભારતીય સંસ્કૃતિ અનુંસાર રામનવમીને દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. 'રામનામ' અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત 'રામ' બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. 'રામ' ને બદલે 'મરા...મરા...' બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો ! સપ્તર્ષિઓએ આ રત્નાકર (વાલિયો લૂંટારા) ને 'રામનામ' નો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હ્રદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી 'મરા...મરા...' નો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટાના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને 'વાલ્મીક' કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું.
ભક્ત શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલને સદ્ગુરૂશ્રી ભલારામ મહારાજ દ્વારા ચૈત્ર સુદ નોમના રોજ રામનવમીને દિવસે પોતાના આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવતો ઉપદેશ આપ્યો હતો. શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલે પોતાના આ અનુંભવોને ભજનના સ્વરૂપમાં રજૂ કરેલ છે જે અત્રે પ્રસ્તુત કરતા ગર્વની લાગણી સાથે ધન્યતા અનુંભવુ છુ.
(રાગઃ ગણપતી આવ્યા શુદ્ધ બુદ્ધ લાવ્યા...............)
નવમીને દિન નવો અનુભવ આત્મારામ દર્શાયા ગુરૂ આત્મારામ દર્શાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
યોગી રામરસ પાયા ઘટઘટમાં શ્યામ દિખાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
દાનવવૃત્તિ દૂર કરાવી મનુશા દેવ કહલાયા ગુરૂ મનુશા દેવ કહલાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
લોહ હ્રદયમાં પારસ રૂપે કંચન શુદ્ધ બનાયા ગુરૂ કંચન શુદ્ધ બનાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
ગુરૂગમ ચાવી ખોલ્યાં અગમઘર દિલમાં દર્શન પાયા ગુરૂ દિલમાં દર્શન પાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
કીડી કુંજર ઘાટ બન્યા સૌ આતમ એક મનાયા ગુરૂ આતમ એક મનાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
પશુ પક્ષી સૌ જીવ જંતુમાં વ્યાપક દેવ દર્શાયા ગુરૂ વ્યાપક દેવ દર્શાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
ચુંથાભાઇ ભ્રમણા ત્યાગી અલખ પુરૂષ ઓળખાયા ગુરૂ પુરૂષ ઓળખાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

Thursday, February 11, 2010
ગુરૂ શિષ્ય સંબંધ
ઇશ્વર સર્જીત વિશ્વ સુવ્યવસ્થિત બ્રહ્મના નિયમાનુસાર ચાલે છે અને આ નિયમમાં ગુરૂ શિષ્યના સંબંધ રોપાયેલા છે. આ દિવ્યનો હુકમ છે કે જેઓ ઇશ્વરને ઇચ્છે છે તેઓએ સાચા ગુરૂ મારફત તેની સામે રજૂ થવું જોઇએ. ભક્ત જ્યારે ઇશ્વરને જાણવાની નિષ્ઠાપૂર્વક ઇચ્છા કરે ત્યારે ગુરૂ તેની પાસે આવે છે. ઇશ્વરને જાણતા ગુરૂ જ શિષ્યને વચન આપે છેઃ " હું તને ઇશ્વર સમક્ષ લઇ જઇશ". સદ્ગુરૂએ ઇશ્વર તરફનો માર્ગ મેળવેલો જ હોય છે; અને તેથી જ તે શિષ્યને કહી શકે કે મારો હાથ પકડ, હું તને માર્ગ બતાવીશ.
શિષ્યે પોતાની જાતને ઇશ્વરને જાણવા માટે તૈયાર કરવા જોઇતા શિસ્ત અને સદ્કાર્યના સિદ્ધાંતોને ગુરૂ-શિષ્ય સંબંધ આવરી લે છે. ગુરૂની મદદથી શિષ્ય જ્યારે પૂર્ણતા પ્રાપ્ત કરે છે ત્યારે દિવ્ય નિયમની પૂર્તિ થાય છે અને ઇશ્વર સાથે ગુરૂ તેની ઓળખાણ કરાવે છે.
માટે જ એક ભજનમાં કહ્યું છે કેઃ
મનજી સાંભળજો ધરી ધ્યાન સત્યના વિચારથી રે
જે હોય સદગુરૂના બાળ, તેને શ્રવણ મનન અધિકાર સત્યના વિચારથી રે
સદ્ગુરૂ હોય હજારે એક સત્યના વિચારથી રે
આપે કંઠી ને કાન, એવા ગુરૂ શું કરાવે ભાન સત્યના વિચારથી રે
દેહમાં દર્શાવે નિજ નામ સત્યના વિચારથી રે
આત્મા અનુભવમાં જે લાવે, એવા સદ્ગુરૂ ઇષ્ટ કહાવે સત્યના વિચારથી રે
ગુરૂએ બાળકનુણ નહી કામ સત્યના વિચારથી રે
તન મન માયાને વળી ધન સમર્પી પછી ભીડાવો હામ સત્યના વિચારથી રે
તારું મૂળ સ્વરૂપ સંભાળ સત્યના વિચારથી રે
લાભને ખાદ્ય ગુરૂની ધાર મનજી તારો પ્રેમ પગાર સત્યના વિચારથી રે
પ્રેમે ધર્મ સનાતન ધાર સત્યના વિચારથી રે
ચુંથારામ ગુરૂ નિહાળ પ્રેમે પ્રગટ પ્રભુજીને ભાળ સત્યના વિચારથી રે
=================================================
(ભજન સ્વ. શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ દ્વારા)

Sunday, February 7, 2010
સાચા ગુરુની વ્યાખ્યા
સ્વામી શંકર* આ રીતે ગુરુનું વર્ણન કરે છેઃ- "સાચા ગુરુની સરખામણી ત્રણેય લોકમાં થઇ શકે નહિ. જો ખરેખરે પારસમણીનો પત્થર, જે કહેવાય છે કે લોખંડને સોનામાં બદલી શકે છે, પરંતુ બીજા પારસમણીમાં નહિ. જ્યારે બીજી તરફ સદ્ગુરુ પોતાના શરણમાં આશ્રય લેતા શિષ્યને પોતાના સમાન બનાવે છે. તેથી જ ગુરુ અજોડ જ નહિ પરંતુ અગમ્ય છે
શ્રી શ્રી પરમહંસ યોગાનંદ, યોગદા સતસંગ સોસાયટી ઑફ ઇન્ડીયા/સેલ્ફ રિઅલાઇઝેશન ફેલોશિપના ગુરુ-સ્થાપકે કહ્યું છે કે "ગુરુ જાગ્રત ઇશ્વર છે, જે શિષ્યમાંના સુસુપ્ત ઇશ્વરને જગાડે છે, સહાનુભૂતિ તથા ઊંડા માનસદર્શન દ્વારા ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક રીતે દયાપાત્ર વ્યક્તિમાં ઇશ્વર પોતે દુખી થતો હોય તેમ સદ્ગુરુ જૂએ છે અને તેથી જ તેઓને મદદ કરવાની ફરજને આનંદદાયક અનુભવે છે. ભૂખ્યા કંગાળમાં ભગવાનને ખવડાવવાનો, અજ્ઞાનીઓમાં ઊંગતા ઇશ્વરને ઢંઢોળવાનો, દુશ્મનમાં રહેલ અચેત ઇશ્વરને પ્રેમ કરવાનો અને તીવ્ર ઉત્સુક ભક્તમાંના અર્ધજાગૃત ઇશ્વરને જગાડવાનો પ્રયત્ન કરે છે. આગળ વધેલ જીજ્ઞાસુમાં એ લગભગ પૂર્ણ પણે જાગ્રત ઇશ્વરને પ્રેમના મૃદુ સ્પર્શ વડે ત્વરીત જાગૃત કરે છે. સર્વ મનુષ્યોમાં ગુરુ ઉત્તમ દાની છે. ઇશ્વરની જેમજ તેની દાનશીલતાની કોઇ હદ નથી."
આમ પરમહંસ યોગાનંદજીએ વર્ણવ્યું હતું કે સદગુરુ અનંત સમજણ, અનંત પ્રેમ, સર્વવ્યાપક, સર્વને આવરી લેતી ચેતના છે. જે શિષ્યોને પરમહંસજીને જાણવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું તેઓએ તેમનામાં આ ગુણોને પૂર્ણ પણે વ્યક્ત થતા જોયા હતા.
--------------------------------------------------------------------------------
*ભારતના મહાન તત્વજ્ઞાની તથા ભારતના પૂરાતન સ્વામી પરંપરાના સ્થાપક (૮ મી અને ૯ મી સદીની શરૂઆતમાં થયેલા) સ્વામી શંકર કે જેમાં સંત, વિદ્વાન અને કર્મયોગીના ગુણોનું ભાગ્યે જ મળતું ઐક્ય જોવા મળે છે.
ક્રમશઃ
Saturday, February 6, 2010
ગુરુ શિષ્ય સંબંધ
શ્રી મૃણાલિની માતા દ્વારા
(લોસ એન્જેલીસ(Los Angeles)માં ૭, જુલાઇ ૧૯૭૦ના રોજ Y S S/ S R Fની સુવર્ણ જ્યંતીના સમારંભમાં yogoda satsanga society of india (www.yssofindia.org) /Self Realization fellowshipના ઉપપ્રમુખે આપેલ પ્રવચન)
દિવ્ય નાટક ભજવવા માટે આપણને ઇશ્વરે આ સંસારમાં મોકલ્યા હતા. ઇશ્વરની પોતાની જ વ્યક્તિગત છબી રુપે ભણવાનો અને શિક્ષણ દ્વારા વિકાસ કરવાનો; અને સતત વિકાસ દ્વારા અંતે આપણા સાચા સ્વભાવને વ્યક્ત કરવાનો તથા ઇશ્વર સાથે ના ઐક્યની આપણી મૂળ સ્થિતિમાં પાછા ફરવાનો એકજ હેતુ આપણા જીવનનો છે.
આપણે જ્યારે બાળક આત્માઓ રુપે મર્ત્ય સાહસની શરુઆત કરીએ છીએ, ત્યારે પ્રથમ ભૂલ અને અજમાયશ (Trial and Error)ના અનુંભવો દ્વારા જ્ઞાન મેળવીએ છીએ. આપણે કર્મ કરીએ છીએ અને જો તે સારા પરિણામો આપે તો તે જ કર્મ ફરી ફરીને કરીએ છીએ. પરંતુ અમુક કર્મ જો આપણને દુઃખ આપે તો તે કામને ટાળવા આપણે સંઘર્ષ કરીએ છીએ.
પછી, આપણે બીજાઓના દાખલા વડે ફાયદો મેળવવાનું શીખીએ છીએ. આપણે આપણા કુટુંબ, મિત્રો અને આપણા સમાજમાંના લોકોની વર્તણુકનું નિરીક્ષણ કરીએ છીએ અને તેઓની ભૂલો તથા સફળતાઓના પૃથ્થકરણ દ્વારા ફાયદો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ.
સત્ય માટેના વિનમ્ર સંશોધનોની શરુઆત કરવાનો સમય આપણા માટે આવે નહી ત્યાં સુધી, આપણા મર્ત્ય જીવનની ઊંડી સમજની ખોજમાં આપણા અનુભવો આપણ્ને સતત આગળ દોરતા રહે છે. જે મનુષ્યની ચેતના આ બિંદુ સુધી ઉત્ક્રાંતિ પામે છે તે પોતાની જાતને પૂછે છેઃ "જીવન શું છે?" (What is life?), "હું કોણ છું?" (Who am 'I'?), હું ક્યારે આવ્યો? અને પરમાત્મા આવા જિજ્ઞાસુને તેની સમજણ માટેની પ્રાથમિક તરસ મટાડે તેવા શિક્ષક તરફ કે ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો તરફ દોરી જાય છે. જ્યારે તે બીજાના જ્ઞાનમાંથી ગ્રહણ કરે છેત્યારે તેની સમજણ વિકસે છે અને તેની આધ્યાત્મિક ઉન્નતિ ઝડપી થાય છે. તે સત્ય કે ઇશ્વર તરફ થોડો નજીક જાય છે.
અંતે આ જ્ઞાન પણ અપૂરતું રહે છે. ત્યારે તે સત્યની વ્યક્તિગત અનુભૂતિ માટે તરસે છે. તેનો અંતરાત્મા વિચાર કરવા પ્રેરે છે કેઃ "આ સંસાર ખરેખર મારુ ઘર નથી! હું ખરેખર આ ભૌતિક દેહ નથી; આ ફક્ત હંગામી પાંજળું હોઇ શકે. મારી ઇન્દ્રિયો જે અનુભવે છે તેના કરતાં આ જીવન કાંઇક વધુ હોવું જોઇએ, મૃત્યુથી પેલે પાર કાંઇક અસ્તિત્વ ધરાવે છે. મેં સત્ય વિશે વાંચ્યું છે; મેં સત્ય વિશે સાંભળ્યું છે; હવે મારે તેને જાણવું જોઇએ."
તેના બાળકના દુઃખના રુદનનો જવાબ આપવા આપણા દયાળુ ઇશ્વર જ્ઞાની શિક્ષકને મોકલે છે કે જેણે પોતાના "સ્વ"ની અનુભૂતિ કરી હોય અને જે પોતે બ્રહ્મ છે તેવું જાણતો હોય(સદ્ગુરુ).
આવા ગુરુનું જીવન દિવ્યની વિશુદ્ધ અભિવ્યક્તિ છે
(ક્રમશઃ)

Friday, February 5, 2010
"અમૃતબિંદુ"(Amrutbindu)
તાળી લાગી ગુરુ શબ્દની ફૂટી ગયુ બ્રહ્માંડ રે પોતે પોતાને પરખીયો રે
ત્રિગુણે ત્રિગુણાતિતનું સંતજનો ગુણ ગાય રે પોતે પોતાને પરખીયો રે
પૂરણ બ્રહ્મ પરમાત્મા તુર્યાથી તાત સોહાય રે પોતે પોતાને પરખીયો રે
ત્રણ અવસ્થાથી વેગળો સુખદુઃખ થકી છેટો રે પોતે પોતાને પરખીયો રે
એક રુપે બધા જગતમાં નહી નજીક નહી દૂર રેપોતે પોતાને પરખીયો રે
ભીતર કહું તો સદ્ગુરુ લાજે બહાર કહું તો જૂઠા રે પોતે પોતાને પરખીયો રે
સ્થાવર જંગમ જગતમાં કેવળ બ્રહ્મ પ્રકાશ રે પોતે પોતાને પરખીયો રે
સ્વ સ્વરુપે ચુંથારામને રમતા દીઠા જગમાં રામ રે પોતે પોતાને પરખીયો રે
--------------------------------------------------------------------------------
સ્વ. શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

Tuesday, February 2, 2010
"અમૃતબિંદુ"
ભક્તિ મરજીવા થઇને મોજો માણીએ
મારા દિલમાં વસીયા છે આતમરામ ભક્તિ મરજીવા થઇને મોજો માણીએ
ભક્તિ પહેલી શ્રવણ શરણું લીજીએ
બીજી કીર્તન કરુણ ભાવે કીજીએ રે ભક્તિ મરજીવા...........(ટેક)
ત્રીજી સ્મરણ શ્વાસાએ અનુંસરીએ
ચોથી ભક્તિતે પાઠપૂજા થાય ભક્તિ મરજીવા.........
પાંચમી અર્ચન ભક્તિ દિલમાં ધારીએ
હરીનું ચંદન ચરણામૃત લેવાય રે ભક્તિ મરજીવા......
છઠ્ઠી વંદન સકળ જીવને નમીએ
સતમી દાસત્વે કોઇનું દિલના દમીએ રે ભક્તિ મરજીવા.....
આઠમી મિત્ર ભાવે રે નજરે નામીએ
નવમી આત્મ સમર્પી હું ભાવ તજીએ રે ભક્તિ મરજીવા....
દસમી પ્રેમ લક્ષણા ઉરમાં ધારીએ
ચુંથારામ નયનોમાં વરસે નુરાં રે ભક્તિ મરજીવા....
--------------------------------------------------------------------------------
આતો એક છે એક છે એક જ છે
ભૂત પ્રાણીમાં આત્મા એક રે ગુરુજીની સમજણ લો
રહ્યો સાક્ષી રુપે ભેદ ભાસે નહીં
નામ રુપ જોતાં જણાય અનેક રે ગુરુજીની સમજણ લો
એક સૂર્ય આકાશે ઝળકે છે
જળ પ્રતિબિંબ જોતાં અનેક રે ગુરુજીની સમજણ લો
જેવું વસ્ત્રમાં તંતુ અનુસ્થિત છે
વસ્ત્ર નામ રુપે અનેક જણાય રે ગુરુજીની સમજણ લો
જેવા મૃતીકાના ઘડા ઘાટ અનેક છે
ચુંથારામ ઘરેણાંમાં કનક સમાય રે ગુરુજીની સમજણ લો

Subscribe to:
Posts (Atom)