(રાગ: આજ ધન્ય ઘડી ને ધન્ય રાતલડી)
મારી સુરતા છબીલી રાસ ખેલતી'તી
બ્રહ્મકારે બ્રહ્માંડની માંહ્ય રસીલી રાસ ખેલતી'તી
આત્મ રામનાં જીલણાં જીલતી'તી
શૂન્ય શિખરના મંદિર માંહ્ય રસીલી રાસ ખેલતી'તી
લીલા-પીળા તત્વોના તાર ગૂંથતી'તી
ઓહ્મ-સોહમની સીડીએ ચઢતી રસીલી રાસ ખેલતી'તી
જ્ઞાન ગોળા ગુલાબી ઉછાળતી'તી
ભમ્મર ગુફામાં બ્રહ્મ જ્યોત જોતી રસીલી રાસ ખેલતી'તી
નિજ નામે અનામમાં રમતી'તી
ચુંથારામ સ્વરૂપે ચિતધારી રસીલી રાસ ખેલતી'તી