જરા સીધે સીધા ચાલો બળ્યું બોલો છો શું
હરિ ભજવા મુખડુ આપ્યું બળ્યું બોલો છો શું
મનુષા જનમ મળીયો દિવાળીનો દહાડો
હરતાં ફરતાં સ્મરણ કરીએ લાગ મળ્યો છે સારો
બળ્યું કંચન મુકી કાચ કથીરીયાં તોલો છો શું
નામ કેરી નગરીમાં નારાયણનો વાસ
જ્યાં જુઓ ત્યાં સગળે સ્થળે આત્માનો પ્રકાશ
બળ્યું માયા નશો કેફ ચડાવી બાજો છો શું
રજ્જુમાં જેમ સર્પની ભ્રાંતિ અજ્ઞાને જણાય
સદ્ગુરુની શાન મળે તો સાચુ સમજાય
ચુંથારામ સદ્ગુરુ હૈયે હોય પછી બાકી છે શું
No comments:
Post a Comment