(રાગઃ મારા માંડવે ઉડે રે ગુલાલ ...........)
ગુરુ વચને ગળીયાં છે મન, ગુરુ વચને ગળીયાં છે મન
                     ત્રિવિધના તાપ ટળીયાં મનના હો રામ
મળી અમને ગુરુગમની શાન, મળી અમને ગુરુગમની શાન
                      ગુરુગમ ચાવીએ તાળાં ખોલીયાં હો રામ
ખોલી દીધાં અગમઘરનાં દ્વાર, ખોલી દીધાં અગમઘરનાં દ્વાર
                      અગમ સુગમે સાહ્યબો શોભતા હો રામ
જાણી લીધી જીવાભાઈની જાત, જાણી લીધી જીવાભાઈની જાત
                      ગુણની ગાદીએ જીવરામ શોભતા હો રામ
જોઈ લીધા માયાનાં રૂપ,જોઈ લીધા માયાનાં રૂપ
                      રૂપના રૂશણે માયા માલતી હો રામ
રૂપ ગુણે ભાળ્યો રે ભગવાન, રૂપ ગુણે ભાળ્યો રે ભગવાન
                      અનામીના નામે નક્કી કરીયો હો રામ
તૂટી પડ્યા મમતાના મહેલ, તૂટી પડ્યા મમતાના મહેલ
                      ગગનગીરાએ તંબુ તાંણીયા હો રામ
છૂટી ગયો કર્તાપણાનો ભાવ, છૂટી ગયો કર્તાપણાનો ભાવ
                      અકર્તાના ઘેર પગરણ માંડિયા હો રામ
પૂરણ પદ પરખાયો રે નિર્વાણ, પૂરણ પદ પરખાયો રે નિર્વાણ
                     અગમ ઘરના ભેદુ સંતો ભેટીયા હો રામ
શોભે સુંદર શાધારામની જોડ. શોભે સુંદર શાધારામની જોડ
                     છગનરામની શાને સંશય ટળીયા હો રામ
આનંદ સાગર છલકાઈ જાય, આનંદ સાગર છલકાઈ જાય
                     પરાંણ પરાની પાળે મલતા હો રામ
--------------------------------------------------------------------------------
(રાગઃ ખાખમેં ખપજાના જીવડા...........)
સદ્ગુરુ મળીયા, સંસય ટળીયા, નામ નગરમાં નિર્માયા હા...............હા
પંચ તત્વોકી કાયા માયા યુક્તિથી સમજાયા હા...............
શી કહું શોભા નામ નગરની જ્યાં જોવું ત્યાં જગરાયા હા..................હા
સંત વિદેહી તે રસ માણે જેણે ગુરુગમ પાયા હા.........
અલખ નામ નિર્વાણ લખાવે કોઇ અદ્લ ધરીપે આયા હા.............હા
નહીં સંન્યાસી નહીં ઉદાસી અખંડાનંદ ઘર પાયા હા..............
અક્ષરાતિત સંબંધકો મૂલા નહીં કોઇ થાપ ઉથાપા હા.................હા
દાસ ચુંથારામ સદ્ગુરુ સંગ મળીયા તેણે પૂર્ણ પદ પાયા હા....................
--------------------------------------------------------------------------------
- શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા
No comments:
Post a Comment