જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Sunday, July 14, 2019

જાગ જીવલડા

(રાગ: જાગ જીવલડા, ભવસાગરના કાઠે આવેલું નાવ બુડશે)

જાગ જીવલડા, વાણેલાં વાયાં ને રજની વીતી ગઈ

આ મનુષ્ય દેહ તે વાણું છે
હરિ ભજવાનું શુભ ટાણું છે
હરિ નામ નારાયણ નાણું છે, જાગ જીવલડા,........ (૧)

આ દેહ તો મોક્ષ દરવાજો છે
નીકળવાનો લાગ સારો છે
સત સંતોનો સંગ સારો છે, જાગ જીવલડા, .........(૨)

સદગુરુનું શરણું ઝડપી લે
તન મન ધન શિશ સમર્પી દે
તારા હું પદ ભાવને હરફી દે,જાગ જીવલડા, ........ (૩)

અજ્ઞાન નિંદ્રાથી જાગી જા
દોષ દુર્ગુણ દંગા ભાગી જાય
મોહ મમતા ભડ ભડ લાગી જાય, જાગ જીવલડા, ...... (૪)

સતસંગમાં મનડું રંગાઈ જાય
જગ વ્યવહાર વાતો વિસરાઈ જાય
સ્વરૂપમાં સુરતા સ્થિર થઇ જાય, જાગ જીવલડા, ........(૫)

ગુરુ છગન્રરામ શીખ સમજાઈ જાય
વેણ ને નેણ નિર્મળ થઇ જાય
પરાંણભાઈ વર્તન પલટાઈ જાય, જાગ જીવલડા, .......... (૬)


No comments: