(રાગ: આરે વેળાના મને મારો સાયબો સંભાળિયા જી)
હકથી હાલો ગુરુગમથી જ ચાલો જી......
એવી શબ્દોમાં સુરતા પરોવી લ્યો સાહેબજી...
અગમની વાતો તમે કરી લ્યો સોબતીયા ભાઈ
ગુરુગમની વાતો તમે કરી લ્યો સોબતીયા ભાઈ
આજકાલ કરતાં આવરદા વહી જાશે જી.......
વીજળી ઝબકારે નિજપદ પરખો સાહેબજી.....
અગમની વાતો તમે કરી લ્યો સોબતીયા ભાઈ
ગુરુગમની વાતો તમે કરી લ્યો સોબતીયા ભાઈ
લેણા દેણીનો સૌ ખેલ ખલાકમાં જી.......
નિજ નામની દોરીએ ચઢીએ સાહેબજી.....
અગમની વાતો તમે કરી લ્યો સોબતીયા ભાઈ
ગુરુગમની વાતો તમે કરી લ્યો સોબતીયા ભાઈ
સતની કમાણીમાં સાહેબ રાજી જી........
પેલા અધર્મી ચોરાસી ફરશે સાહેબજી......
અગમની વાતો તમે કરી લ્યો સોબતીયા ભાઈ
ગુરુગમની વાતો તમે કરી લ્યો સોબતીયા ભાઈ
રચના રચી વિશ્વ વાડી બનાવી જી........
તેમાં વસી રહ્યો વનમાળી સાહેબજી......
અગમની વાતો તમે કરી લ્યો સોબતીયા ભાઈ
ગુરુગમની વાતો તમે કરી લ્યો સોબતીયા ભાઈ
સંત સેવા જાણો અવિચર ભક્તિ જી.......
ચુંથારામ હરિગુરુ સંત સમીતા સાહેબજી......
અગમની વાતો તમે કરી લ્યો સોબતીયા ભાઈ
ગુરુગમની વાતો તમે કરી લ્યો સોબતીયા ભાઈ
No comments:
Post a Comment