જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Thursday, April 3, 2025

નિજ સ્વરૂપે નીરખ્યાથી

(રાગ: વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય)

નિજ સ્વરૂપે નીરખ્યાથી ઘટમાં આનંદ થાય થાય થાય 

તરંગો મન મસ્તાની ઘોડા વિખરાઈ જાય જાય જાય 

        મનના મેલો દુર કરાયે 

        હરિ કીર્તનમાં ચિત્ત દોરાયે

અંત:કરણમાં સુરતા શ્યામ સંબંધ થી જાય જાય જાય 

        નુરતે નીરખો સુરતે પરખો

        વીતીયા ભાવ થાકી જરી અટકો

જ્યાં ત્યાં નિજ સ્વરૂપ જોઈ હરખો આનંદ થાય થાય થાય 

        અહમ ઉલટી સોહમ જાગે 

        અજ્યા જાળ હ્રદયમાં લાગે

ચુંથારામ નિજ અભ્યાસે પાર્ય બેડો થઇ જાય જાય જાય

સંત સ્વભાવે શબ્દે શબ્દે ચાલો જો

 (રાગ: સહિયર મારી સાસુડી અટાળી જો)

સંત સ્વભાવે શબ્દે શબ્દે ચાલો જો, અંતર લક્ષે મ્હાલો જો

અંતરના અજવાળે આતમ ઓળખો સત સમજીલ્યો

મન પવન બે સંગી જોડા જોડી જો વિચાર વાયુ ઢોળે જો

વિવેક વીરો સુરતા તેડી લાવે રે સાત સમજીલ્યો 

વેદ ધરમની વેદિકા બનાવી જો, અંતર જ્યોત જગાવી જો

સદગુરુ શબ્દ સુણાવે સુણીએ પ્રેમથી સત સમજીલ્યો

ભૂત ભવિષ્યને વર્તમાનકાળે દીસે તું, ભવિષ્યમાં પણ તું નો તું 

અજળ અમર અવિનાશી આતમ તુજ છે સત સમજીલ્યો

જગત સ્વરૂપે સર્વેમાં તું રમતો રામ, પ્રેમપુરીમાં તારો ઠામ

અનહદના ઓમકારે ચુંથારામ વર્ણવે સત સમજીલ્યો

સદગુરુ શબ્દ સુણાવે

 (રાગ: જાજુ નસીબ હવે જાગ્યું જી હા બરાબર)

સદગુરુ શબ્દ સુણાવે સુણ પ્રેમ ઘેલા

નિજ ધરમ સંભાળાવે સુણ પ્રેમ ઘેલા

રૂપ તું નહીં, ગુણ તું નહીં, નામ તે પણ તું જ નહીં

તું તો અનામ અવિનાશી સુણ પ્રેમ ઘેલા

દુઃખી નહીં, સુખી નહીં, ઠંડો ગરમ કદી નહીં

આનંદ ચૈતન્ય રૂપ તારું સુણ પ્રેમ ઘેલા 

ચુંથારામ ચિત લહ્યો નિર્વાણમાં વસી રહ્યો

તત્વમસી નીર્ધાર્યો સુણ પ્રેમ ઘેલા 

ગુરુગમની વાતો કરી લ્યો

( રાગ: સોના સોના લોટે ગંગાજળ ભરવા ગ્યાંતાં રે)

ગુરુગમની વાતો કરીલ્યો સંગી સંતો રે 

અનુભવની વાતો વદીલ્યો સંગી સંતો રે 

વસ્તુ બોલેને ને નામ જાગે સંગી સંતો રે 

નાના મોટા ભેદભ્રમણા ભાગે સંગી સંતો રે 

અદલ રહ્યા તે દેવ સરીખા દીપ્યા સંગી સંતો રે

નાભી થાકી જે બોલે તે નહીં બીજો સંગી સંતો રે 

ગુરુ અર્પણ સર્વસ્વ માયા સંગી સંતો રે 

સુતદારા ને પોતાની કાયા સંગી સંતો રે 

ઊંચો નહીં કોઈ નીચો નહિ કોઈ સઘળે આત્મ સરખો રે 

ચુંથાભાઈ નીજનામમાં કાંઈ પરખો સંગી સંતો રે