(રાગ: જાજુ નસીબ હવે જાગ્યું જી હા બરાબર)
સદગુરુ શબ્દ સુણાવે સુણ પ્રેમ ઘેલા
નિજ ધરમ સંભાળાવે સુણ પ્રેમ ઘેલા
રૂપ તું નહીં, ગુણ તું નહીં, નામ તે પણ તું જ નહીં
તું તો અનામ અવિનાશી સુણ પ્રેમ ઘેલા
દુઃખી નહીં, સુખી નહીં, ઠંડો ગરમ કદી નહીં
આનંદ ચૈતન્ય રૂપ તારું સુણ પ્રેમ ઘેલા
ચુંથારામ ચિત લહ્યો નિર્વાણમાં વસી રહ્યો
તત્વમસી નીર્ધાર્યો સુણ પ્રેમ ઘેલા
No comments:
Post a Comment