જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, February 16, 2011

ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે

સમજુને શિખ શું દઇએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગેરે

નિર્લેપ વાણી ઉચ્ચરીએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે

ગુણોથી પર ગુણાતિત કહેવાય

નયનોમાં નિજ સ્વરૂપ ઓળખાય

અરૂપને રૂપમાં શું લઇએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે

મોહે ભરેલાં દ્રશ્યો દેખાય

ઝાકળ જળ જેમ ઊડીરે જાય

ચુંથારામ જગ ભ્રહ્મ ભળાય ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે

1 comment:

mananpujara said...

પી એચ ડી થયા તો સારું
પણ હરેક વિષયમાં વિવાદ કરતા નહિ

સંસ્કૃત વ્યાકરણ જાણો છો તો સારું
પણ સૌ શાસ્ત્ર સમજાઈ જશે તેવું નથી

ધર્મ ગુરુ રાખો તો સારું
પણ તેને શરણે રહેવાનું ચુકતા નહિ

કાવ્ય રચના કરી કરી જાણો તે સારું
પણ ધડા વગરના કાવ્ય કરતા નહિ

શાળાનું મકાન કરો તો સારું
પણ શિક્ષણ ત્યાં સારૂ મળે તે કરવું સહેલું નથી

મંદિર ઉભું કરો તો સારું
પણ ત્યાં ધર્મજ્ઞાન મળે તેમ કરવું સહેલું નથી

મંદિરે દર્શન કરવા જાવ તો સારું
પણ ત્યાં સાફ સુફ સેવા કરવાનું ચુકતા નહિ

સકામ કર્મ તો સૌ કરે છે
પણ સૌ કર્મ સફળ થતા નથી

નિષ્કામ કર્મ કરી જુવો
તો કોઈ કર્મ બંધન થતા નથી

સહેલા કામ તો સૌ કરી શકે
અઘરા કામ તમે નહિ કરો તો કોઈ કરવાના નથી.....