(રાગ: નવાનગરથી બેસણી મંગાવો.........)
દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો - સોનાના થાળમાં મોતી ભરાવો
નમતા રહો રે નમતા રહો - સંતોને કંઇક પૂછતાં રહો
સેવા કરીને સંતો રિઝવો - દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો
ફૂલના હાર ને ફૂલના ગજરા - કંકુ ચંદનને પીળા ચોખલીયા
પાવલાં પખાળી ચરણામૃત પી જાવો - દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો
દુર્ગુણ ત્યાગ કરો સત્વનો ભંડાર ભરો
ચુંથારામ ઝટ કરી સદગુરુ મેળવો - દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો
No comments:
Post a Comment