(રાગ: દિવડો મેલ્યો સામા ઓરડે ચારે દેશે અજવાળું)
આતો હિરો મોંઘા મુલનો - તમને ક્યાંથી રે જડીયો.....
અમારે ગગનમાં સદગુરુજી - તેમના ત્યાંથી મોકલીયો...
કરોડોની કિંમતે ના મળે - તમને સહેજમાં મળીયો.....
તન, મન, ધન, શિશ સમર્પ્યા - ગુરુએ અમર કરિયો....
તમને મળ્યો અમને લાભ થયો - હરખે સતસંગ કરશું....
નામ નાણાની પરખ કરી - પાણી સ્વીકારી લઈશું....
ત્રણે ભુવન સાત દ્વીપ મળે - ના'વે નામને તોલે
નામ સમોવડ કોઈ નહિ - ચુંથારામ સત્ય બોલે