(રાગ: નિર્ધનનો અવતાર બળ્યો નિર્ધનનો અવતાર)
સંસારના નામ રૂપ બાદ જ કરતાં
બ્રહ્મની પ્રતીતિ જેને થાય તે હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય
આત્માને ધર્મ-અધર્મ સ્પર્શે નહીં
એ મર્મ જેને સમજાય - તે હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય
દેહમાં વર્તે તોય વિદેહી રહે છે
બ્રહ્મ સાક્ષાત્કાર થાય - તે હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય
રજ્જુમાં સર્પની ભ્રાંતિ ટળી જાય છે
બ્રહ્મ ભાવ સહેજે સહેજે થાય - તે હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય
પ્રકૃતિ-પુરુષનો ખેલ જગત છે
સાગર લહેરી જણાય - તે હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય
ભીંત ઉપરનાં જુદા-જુદા ચિત્રો
દીવાલ રૂપ જણાય - તે હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય
સ્વરૂપમાં કર્મોનું જેમ બંધન નહીં
એવો અનુભવ થાય - તે હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય
વેદ વાક્ય જે તત્વમસી છે
ચુંથારામ જે બ્રહ્મમાં ભળાય - તે હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય
No comments:
Post a Comment