(રાગ: મારે સાસરીયે જઈ કોઈ કહેજો એટલડું)
અમે પંખી પ્રવાસી હવે ફરશું સ્વદેશમાં, રહીશું ગુરુજીના સંગમાં
નથી વસવું વિદેશમાં ફરશું સ્વદેશમાં, રહીશું ગુરુજીના સંગમાં
અમે વિવેક વિચારના ભેરુ
ક્ષમા ખડગે અંહકાર ગઢ ધેરું
મારી સુરતને આવે રંગ લ્હેરું સ્વદેશમાં, રહીશું ગુરુજીના સંગમાં
મારી સુરતા સોહાગણ નારી
મળી ગુરુ શબદની બારી
જઈ બેઠી નબી ઘરવાળી સ્વદેશમાં, રહીશું ગુરુજીના સંગમાં
મને અગમનિગમની લ્હે લાગી
દાસ ચુંથારામની ભ્રમણાઓ સૌ ભાગી
પરાપારનો અનુભવ પામી સ્વદેશમાં, રહીશું ગુરુજીના સંગમાં
No comments:
Post a Comment