(રાગ:સરોવરની પાળે ગુરુ મારા આંબલો રે ઉભા...)
અલખ નામ નિશાની જગમાં ગુરુ વિના કોણ લખાવે... હરિ ગુરુ વિના કોણ લખાવે
ભર્મે ભૂલેલા જીવને વારાં રે હા....જી....રે....જી....
અનેક વૃત્તિઓ પાછી વાળી, જ્ઞાન ઇષ્ટ જગાવી...ગુરુ જ્ઞાન ઇષ્ટ જગાવી
નિજમાં નીજને રૂપે આતમ જાણ્યો રે હા....જી....રે....જી....
આદિ-અનાદિ વધે ઘટે નહીં, મનમાં સમજી લેવો....ગુરુ મનમાં સમજી લેવો
સંત સમાગમ શોધી ને લાહવો લેવો રે હા....જી....રે....જી....
વાણીથી વર્ણાય નહીં ને, નયને નહીં નીરખાય...ગુરુ નયને નહીં નીરખાય
સદગુરુની શાને સમજી લેવો રે હા....જી....રે....જી....
જ્ઞાને સમજ્યા જે જન, ચુંથારામ ગુરુ પ્રતાપે ગાજ્યા...હરિ ગુરુ પ્રતાપે ગાજ્યા
અજ્ઞાન અંકુરો છેદી નાખ્યા રે હા....જી....રે....જી....