(રાગ: જગત ભગતને ચાલતું સર્જન જૂનું વેર)
હું કરું, આ મેં કર્યું એમ જાણવું મુશ્કેલ છે.
ભક્તજનોની પ્રેમ પ્યાસી વાણીમાં રંગરેલ છે......હું કરું, આ મેં કર્યું
રચે, પાળે, લય કરે જે જગતને એક પલકમાં,
તેની કૃપા વિના કોઈ તરે ના કામ કપરો ખેલ છે.......હું કરું, આ મેં કર્યું
જે જગતને જ જમાડતા, નૈવેદ્ય તેને શું ધરું.
જે વિશ્વને રમાડતા, તે પાસ રમવું ફેલ છે.......હું કરું, આ મેં કર્યું
જળની અંજલી સાગરને શું, કુબેરને શું પૈ ધરે,
સુરજને દીપક ધરે શું, ચુંથારામ અટકેલ છે.......હું કરું, આ મેં કર્યું
No comments:
Post a Comment