જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Saturday, April 17, 2021

અંતરદેશી મળીયા..........

(રાગ: મારું રણ તમે છોડાવો રે રણછોડ રાયા.....)

મને અંતરદેશી મળીયા રે ભ્રમણાઓ ભાગી
મારા મનના મનોરથ ફળીયા રે વિટંબણાઓ ત્યાગી

ભાવસાગરમાં ભટકાતો ...........
ખાતો માયાની લાતો ........

પંચ ભૂતોમાં ભટકાતો રે .... ભ્રમણાઓ ભાગી 

મારે અંતરમાં અજવાળું .........
હું બહાર કશુ ના ભાળું.........

મારું સળી પડ્યું જગનું લાળુ રે .....ભ્રમણાઓ ભાગી

સદગુરુની શાંનકા વાગી.........
મારી અંતરજ્યોતિ જાગી ............

ચૂંથારામ રહ્યો અનુરાગી રે ..... ભ્રમણાઓ ભાગી


____________________________________________________________________



 

Sunday, January 5, 2020

ગુરુ મહિમા


(રાગઃ મારા માંડવે ઉડે રે ગુલાલ ...........)

ગુરુ વચને ગળીયાં છે મન, ગુરુ વચને ગળીયાં છે મન

                     ત્રિવિધના તાપ ટળીયાં મનના હો રામ

મળી અમને ગુરુગમની શાન, મળી અમને ગુરુગમની શાન

                      ગુરુગમ ચાવીએ તાળાં ખોલીયાં હો રામ

ખોલી દીધાં અગમઘરનાં દ્વાર, ખોલી દીધાં અગમઘરનાં દ્વાર

                      અગમ સુગમે સાહ્યબો શોભતા હો રામ

જાણી લીધી જીવાભાઈની જાત, જાણી લીધી જીવાભાઈની જાત

                      ગુણની ગાદીએ જીવરામ શોભતા હો રામ

જોઈ લીધા માયાનાં રૂપ,જોઈ લીધા માયાનાં રૂપ

                      રૂપના રૂશણે માયા માલતી હો રામ

રૂપ ગુણે ભાળ્યો રે ભગવાન, રૂપ ગુણે ભાળ્યો રે ભગવાન

                      અનામીના નામે નક્કી કરીયો હો રામ

તૂટી પડ્યા મમતાના મહેલ, તૂટી પડ્યા મમતાના મહેલ

                      ગગનગીરાએ તંબુ તાંણીયા હો રામ

છૂટી ગયો કર્તાપણાનો ભાવ, છૂટી ગયો કર્તાપણાનો ભાવ

                      અકર્તાના ઘેર પગરણ માંડિયા હો રામ

પૂરણ પદ પરખાયો રે નિર્વાણ, પૂરણ પદ પરખાયો રે નિર્વાણ

                     અગમ ઘરના ભેદુ સંતો ભેટીયા હો રામ

શોભે સુંદર શાધારામની જોડ. શોભે સુંદર શાધારામની જોડ

                     છગનરામની શાને સંશય ટળીયા હો રામ

આનંદ સાગર છલકાઈ જાય, આનંદ સાગર છલકાઈ જાય

                     પરાંણ પરાની પાળે મલતા હો રામ

--------------------------------------------------------------------------------

(રાગઃ ખાખમેં ખપજાના જીવડા...........)

સદ્‍ગુરુ મળીયા, સંસય ટળીયા, નામ નગરમાં નિર્માયા હા...............હા

પંચ તત્વોકી કાયા માયા યુક્તિથી સમજાયા હા...............

શી કહું શોભા નામ નગરની જ્યાં જોવું ત્યાં જગરાયા હા..................હા

સંત વિદેહી તે રસ માણે જેણે ગુરુગમ પાયા હા.........

અલખ નામ નિર્વાણ લખાવે કોઇ અદ્‌લ ધરીપે આયા હા.............હા

નહીં સંન્યાસી નહીં ઉદાસી અખંડાનંદ ઘર પાયા હા..............

અક્ષરાતિત સંબંધકો મૂલા નહીં કોઇ થાપ ઉથાપા હા.................હા

દાસ ચુંથારામ સદ્‌ગુરુ સંગ મળીયા તેણે પૂર્ણ પદ પાયા હા....................



--------------------------------------------------------------------------------

- શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા
                     

Sunday, July 14, 2019

જાગ જીવલડા

(રાગ: જાગ જીવલડા, ભવસાગરના કાઠે આવેલું નાવ બુડશે)

જાગ જીવલડા, વાણેલાં વાયાં ને રજની વીતી ગઈ

આ મનુષ્ય દેહ તે વાણું છે
હરિ ભજવાનું શુભ ટાણું છે
હરિ નામ નારાયણ નાણું છે, જાગ જીવલડા,........ (૧)

આ દેહ તો મોક્ષ દરવાજો છે
નીકળવાનો લાગ સારો છે
સત સંતોનો સંગ સારો છે, જાગ જીવલડા, .........(૨)

સદગુરુનું શરણું ઝડપી લે
તન મન ધન શિશ સમર્પી દે
તારા હું પદ ભાવને હરફી દે,જાગ જીવલડા, ........ (૩)

અજ્ઞાન નિંદ્રાથી જાગી જા
દોષ દુર્ગુણ દંગા ભાગી જાય
મોહ મમતા ભડ ભડ લાગી જાય, જાગ જીવલડા, ...... (૪)

સતસંગમાં મનડું રંગાઈ જાય
જગ વ્યવહાર વાતો વિસરાઈ જાય
સ્વરૂપમાં સુરતા સ્થિર થઇ જાય, જાગ જીવલડા, ........(૫)

ગુરુ છગન્રરામ શીખ સમજાઈ જાય
વેણ ને નેણ નિર્મળ થઇ જાય
પરાંણભાઈ વર્તન પલટાઈ જાય, જાગ જીવલડા, .......... (૬)


આનંદ ભયો

(રાગ: અમે ઈડરિયો ગઢ જીત્યારે આનંદ ભયો...)

અમને સમર્થ સદગુરુ મળીયા રે આનંદ ભયો
મારે ફેળા ચોરાસીના ટળીયા રે આનંદ ભયો
મારે દોહ્યલી વેળાના દા'ડા વીત્યા રે આનંદ ભયો
અમે બાવનીયો ગઢ જીત્યા રે આનંદ ભયો
જાણી જાણી જગત જાળ જુઠી રે આનંદ ભયો
મારી વૃત્તિ રૂપમાંથી ઉઠી રે આનંદ ભયો
એ તો સમજણ ઘરમાં પેઠી રે આનંદ ભયો
નિજ સ્વરૂપે કરીને સ્થિર બેથી રે આનંદ ભયો
ત્યાં તો જન્મ મરણ ણા હોય રે આનંદ ભયો
ત્યાં તો અખંડ આનંદ વર્તાયરે આનંદ ભયો
મારી ભેદભ્રમણા ભાગી રે આનંદ ભયો
ઝળહળ જ્યોત સ્વરૂપની જાગી રે આનંદ ભયો
અમે કર્તા અકર્તા નહિ રે આનંદ ભયો
સદા સ્થિર સ્વરૂપની મહી રે આનંદ ભયો
ગુરુ છગન સ્વરૂપે સમિતા રે આનંદ ભયો
પરાંણભાઈ ગુરુના વચને રસ પીધા રે આનંદ ભયો

વૈરાગના પ્રકાર

(રાગ: સર્વે સગાં બદ્રીપતિને સાંભળો રે)

ધન્ય ધન્ય ભાગ્ય વૈરાગ વષયો જેના રુદીયે રે

સદગુરુ સેવી પ્રેમના પંથે પોતે પડીયો રે

ચાર પ્રકારના વૈરાગ ચાર કહેવાય રે

યતમાન પહેલો વ્યતિરેક બીજો થાય રે

એક ઇન્દ્રિયને વશીકરણ ચોથો થાય રે

સ્મશાન વૈરાગ પહેલો યતમાન ગણાય રે

વ્યતિરેક તે વિષયો ત્યાજે માન માટે રે

મનથી રાગ થયો છે જેનો પહ બહાર દેખાય રે

એકે ઇન્દ્રિય તેથી પરમ સુખ થાય રે

નિશદિન ઉઠતી લહેરો આનંદની લહેરાય રે

રાગ રહિત જે બહાર ભીતર એક રૂપ રે

વશી કાટ તે મુક્તપણું તે કહેવાય રે

બ્રહ્મસ્વરૂપે કરીએ તેને ચુંથારામ રે