કરેલાં કર્મો ભોગવવાં પડશે....અંત સમયની માંહ્ય રે માંહ્યલા
ચેતી ચાલોને મારા ભાઈ...
છે આ મિથ્યા જગતની સગાઇ રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ
દોષ ના દીઠો....સ્વાર્થ મીઠો.......
પાપની પોટલી થઇ રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ
દેહ, ગેહ, સુતદારામાં ડૂબ્યો......
અવળી ઉજવણી થઈ રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ
મારા તારામાં ગણો ગૂંચવાયો........
મારવા વેળા થઇ રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ
સંતોની શીખ તારા રુદિયેના લાગી......
ધંધામાં ધરપત નહીં રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ
દાસ ચુંથારામ સદગુરુ શરણે.......
ગુરુજી વિના તો ગમ નહીં રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ
No comments:
Post a Comment