(રાગ: હારે (જોડે)ના બેસીએ વીરા જોડે ના બેસીએ)
નામને રૂપ, ગુણના ભેગો રે ભરીયો
અસલ સ્વરૂપ તારું ભૂલ્યો, ભરમણા તારી વિસારી મેલજે
તારા ને દેહના ધર્મો વિચારી જોજે
દેહ તો આવે ને જાવે....તું તો અચલ કહેવાયે.....મનની ભરમણા તારી વિસારી મેલજે
તન તો અંધેરી નગરી તું છે ઉજીયારો
તું તો અવિચલ પદમાં......જોટો જડે નહીં જગમાં .....મનની ભરમણા તારી વિસારી મેલજે
શરીર છે જડ ને તું ચૈતન્ય સ્વરૂપ છે
તું છે ઘટ-ઘટનો વાસી.....તું તો સ્વયંપ્રકાશી.....ચુંથા ભવભયની ભીતિ વિસારી મેલજે
No comments:
Post a Comment