(રાગ: સાચું મોતીડું મારું મોંઘુ મોતીડું)
મનની મહેલાતો તારા મનમાં રહી જાશે
ઓચિંતાં તેડાં થશે જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે
દ્રષ્ટિના દોષ તો ભોગવવા પડશે
નયનોનાં નખરાં નડશે જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે
દુ:સંગ ત્યાગજે ને સતસંગ રાખજે
હરખે હરિના ગુણ ગાજે જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે
સદગુણ શોધી ગાડાં ભરી લાવજે
દુર્ગુણથી દુર તું રહેજે જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે
ભજન સતસંગમાં વહેલો વહેલો આવજે
ચુંથારામ ગુરુશરણ રહેજો જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે
No comments:
Post a Comment