(રાગ: શેરી વળાવી સજ કરાવું ઘેર આવો ને...)
એક અમરા તે પુરનો હંસલો આવ્યો જગપુરમાં....
એને લાગી જગતની લહેરો, હંસો આવ્યો જગપુરમાં.
એને માનવનાં પુદગલ પહેરીયાં, આવ્યો જગપુરમાં...
એણે પીધેલાં દુન્યવી દૂધ, હંસો આવ્યો જગપુરમાં.
એણે કુટુંબમાં મમતા ધરી, આવ્યો જગપુરમાં......
એણે વિસાર્યા અમરલોક, હંસો આવ્યો જગપુરમાં.
એને પાંચ વિષયોએ ઘેરીયો, આવ્યો જગપુરમાં....
પછી બન્યો આશાનો દાસ, હંસો આવ્યો જગપુરમાં.
એણે કર્મોનાં બાંધ્યાં પોટલાં, આવ્યો જગપુરમાં......
પછી, ફર્યો ચોરાસીના ફેર, હંસો આવ્યો જગપુરમાં.
હરિ, ગુરુ સંત જો કૃપા કરે, આવ્યો જગપુરમાં......
ચુંથારામ શરણે પડે સુખ થાય, હંસો આવ્યો જગપુરમાં.
No comments:
Post a Comment