(રાગ:તમે ના આવો તો મારા સમ છે અંબે માં....)
એક પાંચ પાંચ સ્થંભનો બંગલો છે....
એમાં આત્મારામની પથારી મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;
તારો બાવન બજારે ડંકો છે......
વાગે નવસો નવ્વાણું પોળ માંય મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;
તમે ચાલો તો સુરતા ચાલે છે......
તમે સ્થંભો તો સુરતા થંભી જાય મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;
તમે અક્કલ બુદ્ધિને બાંધી છે.....
તારા વિચાર તોરંગે સવાર મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;
તમે સ્થિર થાઓ તો બહું સારું છે....
દાસ ચુંથારામને ધીરુ ધીરનાર મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;
No comments:
Post a Comment