(રાગ: નદી કિનારે નાળીયેરી રે ભાઈ........)
ખરી વસ્તુને ખોળજ્યો રે..... નહીં ખોવાય રે,
સાચી વસ્તુનું શોધન કરો...... નહીં ખોવાય રે,
જુઠાનું જાય જડામૂળ, તે વેરાએ સુખી થશો....નહીં ખોવાય રે,
સત્સંગ સાધન સાર છે રે...... નહીં ખોવાય રે,
સ્મરણ સાધન ટોળે કરો, બેડો પાર થશે......નહીં ખોવાય રે,
અંતર પડદા ખોલી જુઓ, સૌ સમજાશે........નહીં ખોવાય રે,
પ્રભુ વસે તારી પાસ, કે દર્શન દઈ જશે........નહીં ખોવાય રે,
ચુંથારામના ભાવનો ભુદરો........નહીં ખોવાય રે,
તન, મન દઈ તમ શરણે આવ્યો સ્વીકારજો, નહીં ખોવાય રે,
No comments:
Post a Comment