જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Friday, January 24, 2025

સંસાર સ્વપ્ના સમાન વહી જાય

(માનવ બનતો ના ગાડાનો બેલ)

સંસાર સ્વપ્ના સમાન વહી જાય.....જીવ તારી અંતે ફજેતડી થાય 

ધંધા રોજગારમાં ઘણો ગુંચવાય.....જીવ તારી અંતે ફજેતડી થાય

વ્હાલાં વરુની વેઠ લાગે સોહામણી

સંતોની શીખ સારી લાગે અળખામણી

આશા તૃષ્ણાના દોરે બંધાય.....જીવ તારી અંતે ફજેતડી થાય

સ્વાર્થની દુનિયાને સ્વાર્થનું સગપણ 

સ્વાર્થ છૂટે કે જાણે લાગે એ વળગણ

ઉંધી ભાવનામાં ભટકાય.....જીવ તારી અંતે ફજેતડી થાય

આશાના કર્મો ને આશાના ધર્મો 

આશાનો ચિતડામાં બની રહે ફરમો 

ચુંથારામ સદગુરુ શરણે ના જાય.....જીવ તારી અંતે ફજેતડી થાય

કરી જાતરા જીવ ભરમાયા

(રાગ: ધરી માનવ દેહ શું કમાયા)

કરી જાતરા જીવ ભરમાયા - તોય નિર્મળ બની નહીં કાયા

ઘણા મંડપ મેળાવડા રચાયા - તોય એવાને એવા જણાયા

પંચ વિષયના પ્યાર - નથી છુટતા લગાર

ગંગા યમુનાના નીરમાં ન્હાયા - તોય નિર્મળ બની નહીં કાયા

સુણ્યાં પોથી પુરાણ - તોય રહ્યા છો અજાણ 

સ્સાત દિવસ સપ્તાહમાં ગુમાયા - તોય નિર્મળ બની નહીં કાયા

લાગ્યો પુરષોત્તમે રંગ - જાણ્યો મેશ્વો નદી ગંગ

ગંગા નદીમાં દીવડા પ્રગટાવ્યા - તોય નિર્મળ બની નહીં કાયા

તિલક માળાનો નેંમ - તોય મનમાં ઘણો વહેમ 

કંઠે તુલસીના મણકા લગાવ્યા - તોય નિર્મળ બની નહીં કાયા

મળ્યા સદગુરુ દેવ - કરી ચરણની સેવ

ચુંથા પૂરણ મનોરથ પાયા - તોય નિર્મળ બની નહીં કાયા 

જુઠા જગની જુઠી સંગત

(રાગ: એક પરદેશી મેરા દિલ લે ગયા)

જુઠા જગની જુઠી સંગત અંકોડે અંકાય.......

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય 

ઘર ઘર ફરતા ગધેડા પર ગુણો લદાઈ જાય......

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય

વાણીમાં વેદાંતનાં તત્વો સુણાવે - ઘેર જઈ દેવલાંની ટોકરી બજાવે

સ્વારથ હોય ત્યારે લટ્ટુ બની જાય......

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય

ધનધાંખનામાં ધર્મ બગાડે - પરહિતમાં જઈ પથરો નંખાવે 

પર પ્રાણ દુભાવી પોતે મલકાય.............

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય

અંતરમાં જુદુંને બહાર જુદું - પાખંડ મેળવવાથી વધી પડ્યું બિંદુ

ચુંથારામ સદગુરુ શરણમાં જાય.......

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય

સુણો સંતો સુણાવું

(રાગ: વાડીમાં પધારજ્યો)

સુણો સંતો સુણાવું એક વાતડી 

            આજ મારે સૌભાગ્યે સાંપડી આ રાતડી

મલકતું મુખ જોઈ મન મારું મોહ્યું

            મુખમાં હીરલાની ભરી હાટડી......આજ મારે.....

સંતોની વાણી જાણે અમૃતનો ઘૂંટડો

            દરશનથી ધન્ય બની જાતાડી......આજ મારે.....

આજ મારે આંગણિયે માનસરોવર 

            કમળ ખીલ્યાં છે ભળી ભાતડી......આજ મારે.....

સંતોનો સંગ એ તો મુક્તિનું દ્વાર છે

            ચુંથારામ અમરાપુરની વાટડી......આજ મારે.....

શાને કરો તાણાતાણ

(રાગ: જમવા પધારો ભગવાન રે મારી પ્રેમ પ્રસાદી)

શાને કરો તાણાતાણ રે નથી રહેવાનું કોઈને

પ્રણવથી સુધારો પ્રાણ રે........નથી રહેવાનું કોઈને 

ચડતી-પડતી કેરો અસ્ત ઉદય છે

ચિંતાની બાળીદયો ખાણ રે .......નથી રહેવાનું કોઈને

તન મન ધનથી પરમારથ સાધો

ભલપણની વહેંચીદયો લ્હાણ રે.......નથી રહેવાનું કોઈને

ભવજળ સાગરે નામની નૈયા

ધર્મ નીતિ સત્ય જાણ રે .......નથી રહેવાનું કોઈને

તુજમાં ચૈતન્ય પરમેશ્વર પોતે 

ચુંથારામ એ ગુરુનાં એંધાણ રે .......નથી રહેવાનું કોઈને

તમે દેહનગરમાં આવ્યા

(રાગ: મારે સાસરીયે જઈ કોઈ કહેજ્યો)

તમે દેહનગરમાં આવ્યા જીવરામભાઈ નગરીને ઉજ્જવળ રાખજ્યો

તમે સંચીતનું ભાથું લાવ્યા જીવરામભાઈ નગરીને ઉજ્જવળ રાખજ્યો

પાંચ તત્વોનું તારણ કાઢજ્યો - દસે દ્વારે ચોકીદારો રાખજ્યો

ક્ષમા ધીરજના સંગી થાજ્યો જીવરામભાઈ નગરીને ઉજ્જવળ રાખજ્યો

તમે આશા આસક્તિથી ચેત્જ્યો - વડા વિવેક વૈરાગ્યને ભેટજ્યો

દિલ દરિયો દયાનો કરી દેજ્યો જીવરામભાઈ નગરીને ઉજ્જવળ રાખજ્યો

પળેપળનું સરવૈયું તમે કાઢજ્યો - ભૂલચૂક હોય તેને સુધારજ્યો

ચુંથારામ સુવીચારે ચઢી જાજ્યો જીવરામભાઈ નગરીને ઉજ્જવળ રાખજ્યો

રૂડો વિવેકી સતસંગ

(રાગ: જાગો જાગો જીવાભાઈ જાગજો રે)

રૂડો વિવેકી સતસંગ જો મળે રે

મટી જાયે સંસારનો મોહ...........સમાગમ સંતનો રે 

વધે દાન દયા દીનતા ઉદારતા રે

ઘટે ભય નિંદ્રા મૈથુન આહાર...........સમાગમ સંતનો રે 

શાસ્ત્ર સદગુરુ સતસંગ સુવિચારણા રે 

ચાર સાધનો સામટા સધાય રે...........સમાગમ સંતનો રે 

વિશ્વ, તૈજસ, પ્રાગ્ય ત્રિપુટી ટળે રે 

ચુંથારામ ગુરુગમથી ઓળખાય રે...........સમાગમ સંતનો રે 

સાંય સરીખા બાકોરામાં હથીડો

(રાગ: એક પરદેશી મેરા દિલ લે ગયા)

સાંય સરીખા બાકોરામાં હાથીડો સમાય...........

                ...........દસ દિશાએ દોડી રહેલો મનુડીયો ના માય

કલ્પનાનો કાળો ઘોડો પવન પહેલો જાય.........

                ...........દસ દિશાએ દોડી રહેલો મનુડીયો ના માય

માનસરોવર મોતી રે ઉલટયાં - હંસોનાં ટોળેટોળાં વછૂટયાં

મરજીવા મોતીડાં ચુગે બગલા બળી જાય........

               ...........દસ દિશાએ દોડી રહેલો મનુડીયો ના માય

સંત શબ્દોનાં ખીલ્યાં કમળો - હરનીશ ગુંજારવ કરે રે ભમ્મરો

ગ્યંગોગોટા વાળી ઘણો ઘણો ગુંચવાય...........

               ...........દસ દિશાએ દોડી રહેલો મનુડીયો ના માય

સરોવરમાં ભર્યાં દુધને પાણી - પાણી જુદા પાડે રૂડી સંતોની વાણી

ચુંથારામ અમૃત પીને અમર બની જાય.........

               ...........દસ દિશાએ દોડી રહેલો મનુડીયો ના માય

Thursday, January 23, 2025

આવ્યો હરિ ભજવાનો દાવ

(રાગ: જીવલડા ચડતી પડતી આવે સૌની શા માટે ફુલાય)

આવ્યો હરિ ભજવાનો દાવ - લઇ લ્યો મનુષ્ય દેહનો લ્હાવ

હૈયે નિજ સ્વરૂપ ટંકાવ - હરદમ આતમ જ્યોત જગાવ 

સેવા સમરણ નિત નિત કરીએ - નીતિ ધર્મ સદા આચરીએ

ધરીએ સંત સમાગમ ભાવ - લઇ લ્યો મનુષ્ય દેહનો લ્હાવ

પર ઉપકાર કરી દિલ રીઝો - પરના પ્રાણ દુભાવતાં બીજ્યો

સ્વાર્થ માટે ધર્મ ના તજશો - ઈર્ષા દ્વેષ કડી ના કરજો

ચુંથારામ નરતન મલી નાવ - લઇ લ્યો મનુષ્ય દેહનો લ્હાવ

જુદું જુદું રે સંતોનું ખાતું

(રાગ: છાનું છાનું છોકરા મારું તનમનીયું)

જુદું જુદું રે સંતોનું ખાતું જુદું રે પડ્યું

જુદું રે પડ્યું સત્ય સોનૈયે મઢ્યું....જુદું જુદું રે સંતોનું ખાતું.....

વેર-ઝેરના વલોપાતમાં નહીં સંતોનું મતું

નિજ ધર્મનું પાલન સઘળું સંતોમાં થતું....જુદું જુદું રે સંતોનું ખાતું.....

પરોપકાર કરી સંતોનું મન ઘણું મલકાતું

સરળ સ્વભાવે સંતોનું જીવન આનંદી બનતું....જુદું જુદું રે સંતોનું ખાતું.....

હું પણાનો નશોના આવે નિજ સ્વરૂપ ઓળખાતું 

ચુંથારામ સંતોના શરણે દિલ ઘણું હરખાતું....જુદું જુદું રે સંતોનું ખાતું.....  

મન માન્યો મફતનો માલ

(રાગ: લીલી પીળી મશુરની દાળ)

મન માન્યો મફતનો માલ - વહોળજ્યો વહેવારિયા 

નહીં આવે નુકશાની લગાર - વહોળજ્યો વહેવારિયા 

હીરા મોતી હરિનું નામ - વહોળજ્યો વહેવારિયા 

નિજ નામે અખંડ સુખ ધામ - વહોળજ્યો વહેવારિયા 

વન ઘોડાની ખેંચી લગામ - વહોળજ્યો વહેવારિયા 

હે...ચુંથારામ સુધરશે કામ - વહોળજ્યો વહેવારિયા 

એક સિંધુ ભર્યો છલોછલ

(હરિને ભજતાં હજુ કોઈની લાજ)

એક સિંધુ ભર્યો છલોછલ આત્મા રૂપી દરિયો રે 

બુદબુદા જગત જંજાળ વાયુ વેગે ચઢીયો રે 

લીલા પીળા ગુલાબી શ્યામ લાલ પાંચે તત્વો ભળીયા રે 

માયા મોઝાં ઉછળે છે વિશાળ તૃષ્ણાના રવે ચઢીયો રે

છાતી નૌકા રે છોડી ચાલ્યા સાગર મધ્યે પડીયો રે

શોધી જુઓતો પ્રાસે છે માલ તાળાં કુંચી જડીયો રે

ચુંથારામ સદગુરુ કરી દેશે ન્યાલ જો કોઈ શરણે પડીયો રે  


મોંઘો તારો અવસર જાય

(રાગ: ખમ્મા મારા નંદજીના લાલ)

મોંઘો તારો અવસર જાય જોઈ લે આંખડી ઉઘાડી

કોટી જન્મોના પુણ્ય કેરી પુંજી

મળીયો મનુષ્યનો દેહ......જોઈ લે આંખડી ઉઘાડી

જીવનમાં કેટલી સજ્જનતા મેળવી

કેટલાં કર્યાં સતકામ......જોઈ લે આંખડી ઉઘાડી

પરોપકારમાં કેટલું કમાયો

ખાતું તારું ખરાબના થાય......જોઈ લે આંખડી ઉઘાડી

ઈર્ષાની અગ્નિમાં દાઝીના મરતો

ક્ષમા દયા છટકી ના જાય......જોઈ લે આંખડી ઉઘાડી

નિજ સ્વરૂપ પર ઢાંકણ ના બનતો

ગુરુગ્મ વિસરાઈના જાય......જોઈ લે આંખડી ઉઘાડી

દિલમાં દાનવતાનો કચરો નાં પુરતો

સતસંગ સુકાઈ ના જાય......જોઈ લે આંખડી ઉઘાડી

ચુંથારામ સદગુરુ શરણમાં વસતો 

દુસંગે પલટાઈ ના જાય......જોઈ લે આંખડી ઉઘાડી

મારા મન મંદિરમાં દ્રષ્ટા બની બેઠા

(રાગ: મેં તો પહેરી લીધો ચૂડલો)

મારા મન મંદિરમાં દ્રષ્ટા બની બેઠા રે હરિ....બની બેઠા રે હરિ.....

                                        ......મૃગજળ જગતની ખબર પડી

ત્રિગુણી માયાનાં બીબાં રે રચીયાં......બીબાં રે રચીયાં

જેવું બીબું તેવી ભાત કલ્પી રે લીધી....ભાત કલ્પી રે લીધી.........મૃગજળ જગતની..

પાંચ તત્વોનું પુદગલ બનીયું.......પુદગલ બનીયું

તત્વોનું તારણ તું છે તત્વ રે મસી......તત્વ રે મસી.........મૃગજળ જગતની..

રજ્યુંમાં ભ્રાંતિ જેવી સ્વપ્નમાં સૃષ્ટિ.......સ્વપ્નમાં સૃષ્ટિ 

ચુંથારામ મમત્વને મુકે રે પરે......મુકો રે પરે.............મૃગજળ જગતની..

Wednesday, January 22, 2025

સંત શબ્દની નાભી છે દેહમાં

(રાગ: હંસા નેણ ઠરે ને નાભી હસે)

સંત શબ્દની નાભી છે દેહમાં

જ્ઞાન નાભી સુરતમાં સમય રે સમાગમ સંતનો 

સંતો દૈવી ગુણોથી દેવો સમા 

આહાર વિહાર નિયમે વરતાય રે સમાગમ સંતનો 

સંતો અક્ષરાતીતને અનુભવે

શાંત બની રહે શૂન્યકાળ રે સમાગમ સંતનો 

જગમાં જળકમળવ્રત રચતા

ભ્રાંતિ ટાળી રહે તદાકાળ રે સમાગમ સંતનો 

આઠે પહોરે ખુમારી અંગે રહે 

ચુંથારામ જેથી મન સ્થિર થાય રે સમાગમ સંતનો 

હો...દેહ નગરના રહેવાસી

(રાગ: હો....પ્રેમ નગરના પંખીડા)

હો....દેહ નગરના રહેવાસી તારું મૂળ સ્વરૂપ તું કહેતો જા...

તારું અસલ સ્વરૂપ તું કથતો જા

તું પાંચ વિષયમાં વળગી રહ્યો - મોહ માયા થાકી હેરાન થયો

તું જગનું આવરણ મુકતો જા....તારું અસલ સ્વરૂપ તું કથતો જા

હો....તારી નૈયા ભવ દરિયે ફરતી - સામે કિનારે જાવા તડફડતી 

તું શુદ્ધ બની હંકારે જા....તારું અસલ સ્વરૂપ તું કથતો જા

હો.....તું દેહમાં રહ્યોને ડોલે છે - તું વાણીમાં વાસિયો બોલે છે 

તું સંતના શબ્દો સુણતો જા....તારું અસલ સ્વરૂપ તું કથતો જા

હો.....તું નયને નીરખે છે - તું આનંદ આનંદ વર્તે છે

ચુંથારામ સનમુખ ઠરતો જા....તારું અસલ સ્વરૂપ તું કથતો જા

આવ્યો સદગુરુ મેધ અષાઢી

(રાગ: કોઈ કામરૂ દેશથી આવી રે કંસારી)

આવ્યો સદગુરુ મેઘ અષાઢી રે હાલો હળધારી

તન ખેતરમાં વાવણી વાવો રે હાલો હળધારી

ધંગી ધીરજના ધોરીલા જોડવો રે માંહી ખોરણનું ખાતર નંખાવો રે....હાલો હળધારી

હરિ નામનું હળ બનાવો ચિતનું ચૌડું લાવો

ધ્યાન સ્વરૂપી ધુંસળી જોડી એને સ્મરણ શાકનેથી ગંઠાવો રે....હાલો હળધારી

જ્ઞાનરૂપી નાડી બાંધી અને આચાર પરુણી રાખો

નિયમના જોતર બનાવો પછી ખેડો દિન રજની આખો રે....હાલો હળધારી 

ખેવટીયો ખેદ ઉપર રાખો તે સદગુણ રૂપી સમાળ

અમીરસ કેરાં ઝાડ રોપાવો પછી પ્રેમનાં પાણીડાં છંટાવો રે....હાલો હળધારી

સુધર્મના માંહી ફણગા ફૂટ્યા ને વિવેક કરી વાડ

લીલમ ફળ લટકી રહ્યાં ચુંથારામ ગુરુજીનો પૂરો થાળ રે....હાલો હળધારી

જ્ઞાન ચક્ષુ અંતર ખોલે

(રાગ: પ્યારા પ્રભુ શ્યામ તો ડોલે)

જ્ઞાન ચક્ષુ અંતર ખોલે ઘટો ઘટ શામળો બોલે

શામળો બોલે ઘટોઘટ શામળો બોલો........જ્ઞાન ચક્ષુ અંતર ખોલે

ચૈતન્યને ચિંતવે તો નામ ધૂન લાગે - ગુરુજ્ઞાને અંધકાર ભાગે 

બીજું ના'વે નામ તોલે રે (૨) ઘટો ઘટ શામળો બોલે......જ્ઞાન ચક્ષુ.........

કુંભક રેચક પુરકનો હ્રદય પલટો જાગે - સુરત નુરત સીંધીમેળો અજંપાજાપ લાગે

સૂક્ષ્મણા દ્વાર તો ખોલે (૨) ઘટો ઘટ શામળો બોલે......જ્ઞાન ચક્ષુ.........

રૂપગુણ નામ કેરો દ્રશ્ય ભાવ ભાગે - નિજમાં સ્વ-સ્વરૂપનો પ્રેમ દોર જાગે

ચુંથારામ આનંદે ડોલે (૨) ઘટો ઘટ શામળો બોલે......જ્ઞાન ચક્ષુ.........

Monday, January 20, 2025

જ્યાં નહીં ધ્યેય ધ્યાતા ને ધ્યાન

(રાગ: શિર પે ટોપી લાલ હાથમેં રેશમકા રૂમાલ)

જ્યાં નહીં ધ્યેય ધ્યાતા ને ધ્યાન - નહીં કોઈ શ્રેય જ્ઞાતા ને જ્ઞાન....હો અદ્વૈત ખડો

ટળી દૈત્ય ભાવની સુરતા - નહીં ક્રિયા કરણ ને કર્તા....હો અદ્વૈત ખડો

હો....ત્રિપુટી વિલય પામી - વેદની વાણી વિરમી...વેદની વાણી વિરામી 

દ્વૈત વાસના ટળે - જેને સાચા સદગુરુ મળે....હો અદ્વૈત ખડો

હો.....રજ્યું સર્પની ભ્રાંતિ તાસ - છીપમાં રજત પ્રકાશ.....રજત પ્રકાશ

ડાળ વિનાનું થડ નિશાએ તેનો ચોર જણાય....હો અદ્વૈત ખડો

હો......મિથ્યા જગતનો ભાસ - આત્મામાં આરોપે તાસ....અરોપે તાસ

અધ્યારોપ તણો અપવાદ કરીને જુઓ મૂકી પ્રમાદ....હો અદ્વૈત ખડો

હો.....માટે તજો મિથ્યાભાસ - એકાત્મા પૂર્ણ પ્રકાશ....પૂર્ણ પ્રકાશ

વસ્તુ નિરાકાર નથી કહેવા કથવાનો સાર....હો અદ્વૈત ખડો

હો......આત્મારામ અભેદરામ - એ રૂપમાં પામ્યો તાદાત્મ્ય...પામ્યો તાદાત્મ્ય 

ચુંથારામ એ આત્મ સમાધિમાં રહો ગુલતાન....હો અદ્વૈત ખડો

મન મરકટને વારો

(રાગ: દેખો દરિયા કેરી લ્હેરી)

મન મરકટને વારો પ્રપંચમાંથી મન મરકટને વારો.....હા

ક્ષમાનો દંડો દયાની દોરી - સહન સાણસે ઝાલોજી

બહાર ભટકતી ચિત્તવૃત્તિને સદગુરુ શબ્દે વારો...પ્રપંચમાંથી મન મરકટ...

અસ્થિરતા એ સ્વભાવ મનનો વાયુ લ્હેરે ફરનારો.....હા

સુદ્ધ બુદ્ધિએ સ્નાન કરાવી રાખો સોહંગ ભણનારો...પ્રપંચમાંથી મન મરકટ...

મનનું જાડાપણું એ માયા તેથી ચેતી ચાલો.......હા

અવળગતિ કરતુ દેખીને ઝટપટ તેને ઝાલો...પ્રપંચમાંથી મન મરકટ...

હંસપદમાં મનને સ્થાપી કાર્ય પોતાનું સાધો.......હા

ચુંથારામ સંતનકે શરણે સદગુરુને આરાધો...પ્રપંચમાંથી મન મરકટ...

મનમાં મહેશ્વર

(રાગ: પહેલાં ગણેશ ને પછી પરમેશ્વર)

મનમાં મહેશ્વર ને દિલમાં પરમેશ્વર

પ્રાણ અપાને સોહંગ સુબા રે.......ઉભા શૂન્ય શિખરમાં

અંતરમાં આરતી ને બુદ્ધિમાં પાલખી 

ચિત્ત શુદ્ધિમાં ઝગમગ જ્યોતિ રે.......ઉભા શૂન્ય શિખરમાં

વિવેક વૈરાગ્ય ઊભા ચમ્મર ઢોળે

દાસ ચુંથારામ ઘૂંઘટ ખોલે રે.......ઉભા શૂન્ય શિખરમાં

કહે ગુરુદેવ ઉગે અનુભવ નિજનો

(રાગ: તુલસી મગન ભયો રામ ગુણ ગાય છે)

કહે ગુરુદેવ ઉગે અનુભવ નિજનો 

એકરૂપ સબ જગે પ્રકાશ પરીબ્રહ્મનો...કહે ગુરુદેવ.....

અહંકારની ઓથમાં ભગવાન તો ભરાય ના

સુખની ઈચ્છા કરો તો તજો ભાવ દંભનો....કહે ગુરુદેવ....

અહંતા ને મમતામાં પડી લુબ્ધ થાય ના 

મનના મઢ્યા વેગ છોડી બોધ પામે નિજનો......કહે ગુરુદેવ....

એક બ્રહ્મ સર્વમહી દુજો દરસે નહીં 

દાસ ચુંથારામ રમે રાસલીલા ખેલનો.....કહે ગુરુદેવ.....   

દુનિયાના દર્પણમાં

(રાગ: ગગન તારી બૈયરના હાથે મારી વીંટી રે)

દુનિયાના દર્પણમાં અમ્મર દીવો દીઠો રે

કાયાના નગરમાં - માયાના લગનમાં અમ્મર દીવો દીઠો રે

મેરુ દંડના શિખરમાં અમ્મર દીવો દીઠો રે 

ગંગા યમુના સંગમમાં - બંસીબટના ચોકમાં અમ્મર દીવો દીઠો રે

જ્ઞાનગલીની કુંજમાં અમ્મર દીવો દીઠો રે 

સદબુદ્ધિ વિચારમાં - અંતરના આભાસમાં અમ્મર દીવો દીઠો રે

સદગુરુના જ્ઞાનમાં અમ્મર દીવો દીઠો રે

સંતોના સંગાથમાં - સુરતના સહેવાસમાં અમ્મર દીવો દીઠો રે

સંત અનુભવ વાણીમાં અમ્મર દીવો દીઠો રે

બ્રહ્મ સદનના ભુવનમાં - ચુંથારામ શું નામમાં અમ્મર દીવો દીઠો રે

ન્યારો તો નિર્મળ કહાવ્યો

(રાગ: દેખો દરિયા કેરી લ્હેરી)

ન્યારો તે નિર્મળ કહાવ્યો નિજાનંદ ન્યારો તે નિર્મળ કહાવ્યો....હા

શબ્દ વિચારે હ્રદય આકાશે શબ્દની પાસે રહેનારો.....હા

પૂરણ બ્રહ્મ પરમાત્મા પ્રકાશે તુરીયાથી અતીત સોહાવ્યો...નિજાનંદ ન્યારો.....

ત્રણે અવસ્થાથી વેગળો દીસે સુખ દુઃખ થાકી છેટો.....હા

બુદ્ધિ અથારથ સુરત વિકસે મન મરઘો નાદે ઘવાયો...નિજાનંદ ન્યારો.....

હાલતાં ચાલતાં સ્થિર રહીને નિંદ્રાથી જાગી જનારો....હા

ચુંથારામ કહે ત્રણેનો સાક્ષી પાપ પુણ્યથી રહે ન્યારો...નિજાનંદ ન્યારો.....

કાચાં પાકાં કરનારો

(રાગ: દેખો દરિયા કેરી લ્હેરી)

કાચાં પાકાં કરનારો અલખધણી કાચાં પાકાં કરનારો....હા

પંગુકું આસમાન ચઢાવે - મૂંગેકું વેદ પઢાવે....હા

શક્તિહીનને શક્તિ અર્પે - અંધેકો જ્ઞાન દેનારો.......અલખધણી.....

અહમપદ ઠેલી, તતપદ મેલી, અસી પદે ચાલનારો......હા

જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરીયા - તુરીયાથી અતીત અહેનારો.......અલખધણી.....

મધ્યમા, વૈખરી, પરા પશ્યન્તિ પરાથી પાર્ય ઝબકારો.....હા

ચુંથારામ સદગુરુ પ્રતાપે નિજાનંદે મ્હાલનારો.......અલખધણી.....

એક કૌરવ પાંડવનો ખેલ

(રાગ: એક સુકા બાવળની વેલ)

એક કૌરવ પાંડવનો ખેલ કાયા નગરીમાં

સત્ય દયા ધર્મ નીતિ ક્ષમા બળીયો

પાંચ પાંડવ બિરાજ્યા દેવ......કાયા નગરીમાં 

અંધ અજ્ઞાનના દુર્બુદ્ધિ સો દીકરા

દેવ દાનવનો સંગ્રામ......કાયા નગરીમાં 

દેવોના શ્રીકૃષ્ણજી સહાયકારી 

પડ્યા દાનવ નરકની જેલ......કાયા નગરીમાં 

પાંડવોને શરીર દેશ રાજ મળ્યું

ચુંથારામ રામ રંગ રેલ......કાયા નગરીમાં 

સુક્રિત સજવા દેહ મળ્યો

(રાગ: લીલુડા વાંસની વાંસળી રે....)

સુક્રિત સજવા દેહ મળ્યો રે કોડે કોડે ભજો ભગવાન 

ચાર દિવસનું ચાંદરણું રે મિથ્યા મિથ્યા જગતનો વહેવાર

દુન્યવી વિચારો દુર કરી રે કેડ બાંધી ભજો કિરતાર 

મૂળ સ્વરૂપે તમે કોણ હતા રે તેનો શોધવાનો આવ્યો છે દાવ

માયામાં મલકાય મૂઢમતિ રે તેની અંતે ફજેતી રે થાય 

ચુંથારામ ગુરુ શરણમાં રે નીશ દિન અજંપા જાપ જપાય 

મળ્યો માનવનો દેહ

(રાગ: ઝટ ઝટ રે ગહનબા કાગળ મોકલે)

મળ્યો માનવ દેહ મોંઘા મુલનો

તારી લાખેણી પળ વહી જાય પ્રાણી....શોધી લે તું તારા સ્વરૂપને 

જાણી જોઇને તું શીદ પડે જાળમાં 

જરા જાગીને જુંએ તો જણાય પ્રાણી...શોધી લે તું તારા સ્વરૂપને

તું છે અનાદી નિર્ગુણ ચેતન અવિનાશી 

ચુંથારામ એ સદગુરુનાં એધાણ પ્રાણી...શોધી લે તું તારા સ્વરૂપને

બ્રહ્મ વિના બીજું ભાળતા નથી

(રાગ: છાનું છાનું રે છોકરા મારું તનમનીયું)

અમે બ્રહ્મ વિના બીજું કાંઈ ભાળતા નથી 

ભાળતા નથી ભાળતા નથી....અમે બ્રહ્મ વિના બીજું કાંઈ ભાળતા નથી 

એક જાતી જ્યાં છે નહીં ત્યાં ક્યાં જાતી ચાર

એક વર્ણ જ્યાં છે નહીં ત્યાં ક્યાં વર્ણ અઢાર

આત્મદ્રષ્ટિથી અમે વટલાતા નથી....અમે બ્રહ્મ વિના બીજું.....

અમે સાંભળતા નથી કોઈ કહે કટુ વેણ 

કરવા દર્શન અશુભનું અમને છે નહીં નેણ 

મિથ્યા મોહ શોકથી પ્રજળતા નથી....અમે બ્રહ્મ વિના બીજું.....

નિજ સ્વરૂપનો અમને ઉરમાં રહે અખંડ બોધ

ચુંથારામ ભય ચિંતા કેરો ક્યાંથી પ્રગટે ક્રોધ

વિપત્તિ વૃષ્ટિથી અમે પલળતા નથી....અમે બ્રહ્મ વિના બીજું.....

તત્વમસી તું વિચાર

તત્વમસી તું વિચાર રે વીરા અનાદમાં આનંદ 

તતપદ ઈશ્વર ત્વં પદ જીવ હી 

અસીપદ બ્રહ્મ નિહાર રે.......વીરા આનંદમાં આનંદ

આત્મા સ્વરૂપે અખંડ છે તારો

અહમ મમ ભેદ નિહાર રે.......વીરા આનંદમાં આનંદ 

તું સબમાં સબ હૈ તુજ ભીતરમાં 

વ્યાપક એક અપાર રે.......વીરા આનંદમાં આનંદ

નિજમાં હી નિજ ભૂલી રહ્યો છે 

નિજ સે નિજકો સંભાળ રે.......વીરા આનંદમાં આનંદ

તું સતચિત ઘન જ્યોતિ સ્વરૂપ છે 

આનંદ ઘન જગ સાર રે.......વીરા આનંદમાં આનંદ

ગુરુ કૃપા ચુંથારામ બતાવે 

તબ ભવજલ હો પાર્ય રે.......વીરા આનંદમાં આનંદ

નરતન નગરીમાં ફરવું છે

(રાગ: નવું નગર મારે જોવું છે)

નરતન નગરીમાં મારે ફરવું છે - આત્મા હીરલો ખોળવો છે

પ્રકૃતિ કિલ્લે દસ દરવાજા 

દરવાજે દીવડા કરવા છે - આત્મા હીરલો ખોળવો છે 

પોળો બજારો ને શેરીઓ વટાવી 

અંત:કરણ મ્હેલ જોવા છે - આત્મા હીરલો ખોળવો છે

હ્રદય આકાશની ગેબી ગરજના 

બુદ્ધિ સાગર સ્નાન કરવાં છે - આત્મા હીરલો ખોળવો છે

ઇંગલા પિંગલા સુક્ષમણા સંગમ 

નુરત સુરત ચપોચપ ચાલવું છે - આત્મા હીરલો ખોળવો છે

ભવસાગરના સદગુરુ ખેવટિયા 

ચુંથારામ ગુરુ સંગ મહાલવું છે - આત્મા હીરલો ખોળવો છે

પોતે પોતાની પીછાણ કર્યા વિણ

(રાગ: પતિ વિના પ્રેમદાના મનના પુરાય ક્યાંથી કોડ)

પોતે પોતાની પીછાણ કર્યા વિણ આયુષ એળે જાય 

અરેરે જીવ આયુષ એળે જાય 

ઘડી પલકની ખબર નહીં કે ક્યારે તેડું થાય 

સર્પ મુખમાં મેડક બોલે - માખી પકડવા ત્રાટક જોડે 

અણધાર્યો જ્યાં થાય તબાકો ધાર્યું ધૂળ થઇ જાય 

અરેરે જીવ ધાર્યું ધૂળ થઇ જાય......ઘડી પલકની ખબર નહીં....

વગર ભણે વાદીની વિદ્યા - મણી ખોળંતા ફણીધર ભેટ્યા 

ભોરીંગ રાફડે પગ રોપ્યા તો ઊંધું ચત્તું થઇ જાય 

અરેરે જીવ ઊંધું ચત્તું થઇ જાય......ઘડી પલકની ખબર નહીં....

આતમરામ રસાયણ ગોળી - પચ્યા વિના સૌ વાત અધુરી 

ચુંથારામ સદગુરુગમ હોય તો પાર બેડો થઇ જાય

અરેરે પાર બેડો થઇ જાય......ઘડી પલકની ખબર નહીં....

Sunday, January 19, 2025

આ દુનિયામાં છે ડંકો

(રાગ: જાઓ જાઓ ભક્તિ હીણા તમ સાથ કોણ બોલે)

આ દુનિયામાં છે ડંકો રે કોઈ ના આવે સંત તોલે

ગુણી ભજનનો છે ભપકારો રે કોઈ ના આવે સંત તોલે

તરુવર સરોવર ને સંતો પરમાર્થમાં પરવરતો

પરહિતમાં નિશદિન ડોલે રે કોઈ ના આવે સંત તોલે

સંતો પારસમણી જેવા કરે લોહ ને કંચન તેવા

નિજ જાની અંતર ખોલે રે કોઈ ના આવે સંત તોલે

સંત કલ્પતરુ સુખકારી ત્રિતાપ ટળે ભયકારી

ચુંથારામ સંતોની જય બોલે રે કોઈ ના આવે સંત તોલે

આજે આનંદના મેળા

(રાગ: તારી વાણી મનોહર લાગી)

આજે આનંદના મેળા, હવે ક્યાં થઈશું ભેળા - સંતોને છેલ્લા રામ રામ છે

લ્હાવા લીધા અનેરા, સંતો સંગે ઘણેરા - સંતોને છેલ્લા રામ રામ છે

હું અપરાધી રંત ચરણનો દુર્વાસનાનો ભરેલો

સંતોનો ટાંણો વાગ્યો, કે ભવાટવીથી ભાગ્યો રે - સંતોને છેલ્લા રામ રામ છે

માઢ મંડળના વિવેકી સંતો, નિજ નિહારે ગુણવંતો

ચુંથારામને શોભાવે સદગુરુજીના ગુણ ગાવે - સંતોને છેલ્લા રામ રામ છે

આવજ્યો સંભારી રાખ્જ્યો

(જાણી શબરીની ઝુંપડીને મહેલ)

આવજ્યો સંભારી રાખ્જ્યો બોલ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

તન મન ધન અરપ્યાં કરી તોલ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

અક્ષર દેહ ધરી શીશ સમર્પ્યાં - ચરણામૃત લઈને ગુરુ પૂંજન કીધાં

આપ્યો નિજ સ્વરૂપનો બોધ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

પાપ તાપ આવરણ પળમાં હટાવ્યાં - જામીન લઈ દેવ સરીખા બનાવ્યાં

રૂપગુણ નામમાં બતાવ્યો ઘટખોલ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

સુતવિત્ત દારાને ધામ દઈ દીધાં - ગુરુજીએ બ્રહ્મ સંબંધ કરી દીધાં

ચુંથારામ ગુરુ આશીર્વાદ અનમોલ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

કાયા કિલ્લે શિખર ગઢ

(રાગ: રંગ પહેલો વધાવો મારે આવીયો)

કાયા કિલ્લે શિખર ગઢ હું તો જઈ ચઢ્યો

આવ્યો આવ્યો રે મણી કંકણકેર ઘાટ રે અઘાટે મોતી નીપજે

અનહદ શેરીનાં વાજીન્તરો ધણ ધણે

વીજળી ચમકારે મેઘ ગરજના થાય રે અમૃતના વરસે વરસણાં

શૂન્ય મંડળમાં ઝગમગ હીરલો ટમટમે

સુરત નુરતે સજ્યા શણગાર રે નીરખીને પાયે જઈ પડી

પાંચ તત્વોના તોરણ બંધાવીયાં

પાંચ પ્રાણોના રોપ્યા સ્ફટિક સ્થંભ રે ઉતારે ચુંથારામ આરતી

હવે અમે તાણી નિરાંતની સોડ

 (રાગ: જાણી શબરીની ઝૂંપડીને મહેલ)

હવે અમે તાણી નિરાંતની સોડ - દુનિયા ભલે ફાકી ખાય ખાંડ

દુનિયાના રંગ ભોગ અમને પોસાય ના 

કાવા દાવા પ્રપંચનું પુતળું બનાય ના 

તીખી રહેણીના તકિયા વછોડ - દુનિયા ભલે ફાકી ખાય ખાંડ

દેહમાં વશ્યા અમે દેહ થાકી જુદા

નિજ સ્વરૂપે અમે નિરાકાર ખુદા

અમે જાગતા ઊંઘ્યા માંડ માંડ - દુનિયા ભલે ફાકી ખાય ખાંડ

નિજ સ્વરૂપની લહેરે સમાશું

આત્મા સર્વાત્માનું ઐક્ય જણાવશું

ચુંથા સદગુરુ સન્મુખ મીટ માંડ - દુનિયા ભલે ફાકી ખાય ખાંડ

સત્યનો રંગ ચઢાવો

(રાગ: દેખો દરિયા કેરી લહેરી)

સત્યનો રંગ ચઢાવો હ્રદય પર સત્યનો રંગ ચઢાવો...હા....

માંહ્યલી ભરમણાઓ ટાળો...હ્રદય પર સત્યનો રંગ ચઢાવો...હા....

આખા જગતમાં એક જ આત્મા જાણીને મોહ મટાડો....હા.....

મળ વિક્ષેપને આવરણ જાતાં - મળે આનંદ રૂપાળો...હ્રદય પર સત્યનો......

ભેદ ભ્રાંતિના મુળિયા ઉખેડી કજિયા કંકાસને ટાળો....હા......

વિવેક સાથે વૈરાગ્યને લઈને - જુઠ કપટને સંહારો...હ્રદય પર સત્યનો......

શૂન્ય મંડળમાં ઊંચે ગગનમાં જઈને ઠામ બિરાજો....હા....

જડ-ચેતનની ગાંઠને છોડો - ચુંથારામ સદગુરુજી નિહારો...હ્રદય પર સત્યનો......

હરિને ભરોસે રહીએ

(રાગ: વારુ મારા વીરા રે સંગ ના કરીએ નીચનો)

હરિને ભરોસે રહીએ રે આતમ લ્હાવો લીજીએ રે જી...

મોંઘો મનખો નહીં આવે વારંવાર....હરિને ભરોસે રહીએ.......

ભજનાનંદે ફરીએ રે સંત સમાગમ કીજીએ રે જી....

દયા, દીનતા, નયનોમાં નિર્મળ પ્યાર....હરિને ભરોસે રહીએ.......

સંતો દેખી નમીએ રે બ્રહ્મ ભાવે ભેટીએ રે જી....

ભેદભ્રમણા રાખો નહીં જ લગાર....હરિને ભરોસે રહીએ.......

હરિ ગુરુ સંત એક રૂપે રે વેદ વાણી એમ વદે રે જી....

ચુંથારામ કહે માનો સંતોનો ઉપકાર....હરિને ભરોસે રહીએ.......

જેની જગમાંથી રૂચી

 (રાગ: જાગો જાગો જીવાભાઈ જાગજો રે)

જેની જગમાંથી રૂચી ઊઠી ગઈ રે

જેની મતીમાં શામળો સોહાય....અલખધણી અળગો નથી

જેના નયનોમાં આત્મતેજજળકી રહ્યું 

જેની વાણીમાં સત્યનો પ્રકાશ....અલખધણી અળગો નથી

જેના શ્રવણમાં સંતોના શબ્દો રહ્યા

જેના હૈયામાં સદગુરુ છાંય....અલખધણી અળગો નથી

જેની સુરતામાં સ્વ-સ્વરૂપ હીરલો રમે 

જેના કંઠે કરુણ રણકાર....અલખધણી અળગો નથી

જેને રોમ-રોમ વિહવળતા પ્રગટી રહી 

ચુંથારામ ગુરુકૃપાનાં એંધાણ....અલખધણી અળગો નથી

જીવાભાઈ તમને શું થયું

(રાગ: ચીયાભાઈને વચમાંથી કાઢો રે હું તો લાજી મારું છું)

જીવાભાઈ તમને શું થયું, માયા બંધે બંધાયા

બ્રહ્મ સ્વરૂપ તે ક્યાં ગયું, માયા બંધે બંધાયા 

ગગનમાં ગાદી - અચ્યુતમાં યાદી 

મારા તારામાં લપટાયા.....માયા બંધે બંધાયા 

મૃગજળ દેખી - આશક્તિ વેઠી

મોહ મદીરામાં ભરમાયા....માયા બંધે બંધાયા 

આશાને તૃષ્ણા - ચોંટી પુત્રેષ્ણા

માન મહંતામાં ખરડાયા.....માયા બંધે બંધાયા 

લાભને હાની - વળગી ભવાની 

ચુંથારામ સદગુરુ મરડાયા.....માયા બંધે બંધાયા 

(થાળ) સતચિત આનંદ રૂપા

(રાગ: જમવા પધારો ભગવાન રે નંદજીના રે લાલ) 

સતચિત આનંદ રૂપા ગુરજી જમવા પધારો 

જમવા પધારો વ્હાલા જમવા પધારો 

ભક્તોના પ્રાણ સ્વરૂપા ગુરુજી જમવા પધારો 

ભાવનાં ભોજન પ્રેમની પૂરી 

સ્નેહ ભરેલી કટોરી.....ગુરુજી જમવા પધારો 

સુધર્મ શાક છે નિજ પ્રસાદ છે 

ભ્રહ્માકાર દાળ બનેલી.....ગુરુજી જમવા પધારો 

બોધ સ્વરૂપી દૂધપાક રે બનાવ્યો 

જમજો  ગુરુજી સુખકારી.....ગુરુજી જમવા પધારો 

સુક્ષ્મણા નારી જળની જાળી 

આચામ્નની બલિહારી.....ગુરુજી જમવા પધારો 

સુરતા છબીલી ચમ્મર ઢોળે

ચુંથારામ ગુરુશરણ ચોળે.....ગુરુજી જમવા પધારો 

સદગુરુ આરતી

(રાગ: કૃષ્ણ આરતી)

સદગુરુ આરતી હોન લગી હૈ 

જગમગ જગમગ જ્યોત જલી હૈ......સદગુરુ આરતી......

સત્ય સિંહાસન બેઠે ગુરુ દાતા 

શિષ્ય સમુદાય ગુરુગુણ ગાતા......સદગુરુ આરતી......

ભવજળ તારણ શોક નિવારણ 

ગુરુબિન દુજો નહીં ઉદ્ધારણ......સદગુરુ આરતી......

ગોવિંદ સે ગુરુ અધિક કહાવે 

ભવરણમાંથી મુક્ત કરાવે......સદગુરુ આરતી......

ચુંથારામ ગુરુ તરણ તારણ

શરણ પડે તેનો થાય ઉદ્ધારણ......સદગુરુ આરતી......


પ્રભુજી દાસ તારો દુભાય

(રાગ: કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર)

પ્રભુજી દાસ તારો દુભાય તમોને નવ શોભે યદુરાય

પ્રભુજી રંક તણા છો બેલી - શાસ્ત્ર પુરાણે વાત લખેલી 

જગમાં જન તારો અટવાય....તમોને નવ શોભે યદુરાય

પ્રભુજી પહેલાં લાડ લડાવ્યો - ભક્તિ રસનો ઉમળકો આવ્યો 

શીદ તરછોડો લાગુ પાય....તમોને નવ શોભે યદુરાય

પ્રભુજી નિર્દયતા કેમ ધારી - શું અપરાધ અમારો મોરારી

જગમાં બાનાની પત જાય....તમોને નવ શોભે યદુરાય

અધમ ઉદ્ધારણ નામ તમરુ - તે શું ફોગટ કરવા ધાર્યું

અમીરસ બિંદુ નવ દેખાય....તમોને નવ શોભે યદુરાય

ભજજળ કુંપમાં ગોથા ખાતો - નામની દોરી ચઢવા ચાહતો

ચુંથારામ હિંમત હારી જાય....તમોને નવ શોભે યદુરાય

Saturday, January 18, 2025

જીવ ભૂલો પડ્યો ભવ જાળ

(રાગ: નાનકડી નાજુક નાર હું બહું નાનકડી)

જીવ ભૂલો પડ્યો ભવ જાળ ચલંતી મુસાફરી 

જીવ અથડાયો કઈ કાળ ચલંતી મુસાફરી 

મારે સામે કિનારે જાવું છે - મારે હવે થી નહીં પસ્તાવું છે 

દઉં ફેકી ભરેલો ભાર.......ચલંતી મુસાફરી 

મને નરતન નાવડી હાથ ચઢી - સતસંગ પવનની ઝાપટ અડી 

મારે જાવું નિજપદ દ્વાર.......ચલંતી મુસાફરી 

મારી હૃદય કમળમાં નજર પડી - મને શાંતિ કાતર ત્યાંથી જડી

જાઉં કાતરી ભવની જાળ.......ચલંતી મુસાફરી 

મારે હાથ હલેસાં હરિ પદનાં - સ્થિરતાનો શઢ લાવે તીરમાં 

ચાલો ચુંથારામ આપણા ધામ.......ચલંતી મુસાફરી 

શ્યામ વિના સુખ ધામ જગતમાં

(રાગ: પતિ વિના પ્રેમદાના ક્યાંથી પુરાય કોડ)

શ્યામ વિના સુખ ધામ જગતમાં વાઘણ કેરી બોડ ....જગતમાં વાઘણ......

અંતરગ્રંથી દુર કર્યા વિણ પુરાય ક્યાંથી કોડ 

હરિ સનમુખ પાતક સૌ ટળતાં દરશનથી સુક્રિત સૌ ફળતાં

મન મંદિર પધરાવી જોને નર નારાયણ જોડ....અંતરગ્રંથી દુર કર્યા વિણ.....

પ્રેમ પંથ પાવકની જ્વાળા ચાલે શુરા હિંમત વાળા

મરજીવા થઇ ખેલે જગની મૂકી માથા ફોડ....અંતરગ્રંથી દુર કર્યા વિણ.....

સતચિત આનંદ મંગલકારી ચુંથા સંત ચરણ બલિહારી 

નિજ ઘર જીવતા દે બતલાવી લાવે ભવનો તોડ....અંતરગ્રંથી દુર કર્યા વિણ..... 

Friday, January 17, 2025

ગોવિંદ ગોકુળમાં મોટા થયા રે

(રાગ: આભમાં ઝીણી ઝબુકે વીજળી રે)

ગોવિંદ ગોકુળમાં મોટા થયા રે 

નંદજીના ભુવનમાં થૈ થૈ ફરતા મોરારી ગોકુળમાં મોટા થયા રે

ગોપિકાઓ તાળીએ નટવર નચાવતી રે 

વાછડાંના પુચ્છ ગ્રહી ફૂંદડી ફરતા મોરારી ગોકુળમાં મોટા થયા રે

ગોપીયો બાજઠ પવાલી મંગાવતી રે 

જેમ તેમ પકડી લાવે લથડતા મોરારી ગોકુળમાં મોટા થયા રે

જમના કિનારે રમતા સંતામણી રે

રોહિણી બોલાવે બલરામ ભ્રાતા મોરારી ગોકુળમાં મોટા થયા રે

કૃષ્ણ હે કૃષ્ણ યશોદા બોલાવતાં રે

ધાવીલે ભૂખ લાગી હશે કાના મોરારી ગોકુળમાં મોટા થયા રે

ઘરે જાઓ છોકરાં રમત બંધ કરી રે 

ચાલ પુત્ર થાક્યો હોઈશ બ્રીજબાલા મોરારી ગોકુળમાં મોટા થયા રે

શરીરે પરસેવો ધૂળ ખરડી ઘણી રે

યશોદા નવડાવે ચુંથારામનો સ્વામી મોરારી ગોકુળમાં મોટા થયા રે

વનડાવનની કુંજગલીમાં

(રાગ: મેં તો જાણ્યું કે વેવાઈ મજીયાં રે લાવશી)

વનડાવનની કુંજગલીમાં કેશર વર્ણા ઝાડ છે

ઝાડે ઝાડે ફરતી વાટો જોતી રે અલબેલા હરિ.....

આવડો નમેળો થયો નંદજીના લાલજી 

કલીન્દ્રીના કાંઠે ફરતી જોતી ગીરીધર લાલને 

જોતી જોતી મધુવનમાં ચાલી રે અલબેલા હરિ...

આવડો નમેળો થયો નંદજીના લાલજી 

કુંજ વનમાં શોધી વળી નજરે જ આવ્યા નાથજી 

જ્ઞાન ગલીમાં આવી જોવા લાગી રે અલબેલા હરિ....

આવડો નમેળો થયો નંદજીના લાલજી 

આંખ મીંચી દઈ ધ્યાને ધારણ ધારી જોયું ખાસજી 

સનમુખ આવી છેલ છબીલો ઉભા રે અલબેલા હરિ.....

આવડો નમેળો થયો નંદજીના લાલજી 

ચુંથારામના હ્રુદિયે વસીયા રોમે રોમે રામજી 

નિત નિત દર્શન દેજ્યો દીનાનાથ રે અલબેલા હરિ....

આવડો નમેળો થયો નંદજીના લાલજી 

આજે કૃષ્ણ પ્રભુજી મારે મંદિરે

(રાગ: મારો માંડવો રઢિયાળો લીલી પામળીએ સોહાવો મારારાજ)

આજે કૃષ્ણ પ્રભુજી મારે મંદિરે પધાર્યા દીનાનાથ 

ચાલો જઈએ દર્શન કરવાને કાજ 

એમને હાથોમાં બાંહે બાજુબંધ પહોંચીઓ જડાવ

કાને કુંડળ ચિંતામણીની રે જોડ.....આજે કૃષ્ણ પ્રભુજી...

માથે મુગટમાં લીલાપીળા હીરલા ટાંક્યા ઠારો ઠાર

કંઠે શોભે સવાસો મોતીની માળ.....આજે કૃષ્ણ પ્રભુજી...

મોંઘો મરકત મણીનો હારડો સોહાયો નંદલાલ 

પંચ પટકુળ દિસે તે વીજળી સમાન.....આજે કૃષ્ણ પ્રભુજી...

દાસ ચુંથારામના સ્વામીને લળી લળી લાગીએ પાય

વંદન કરીએ કર જોડી વારંવાર.....આજે કૃષ્ણ પ્રભુજી...

વ્હાલા આરે અવસરે

(રાગ: વ્હાલા વૈકુંઠથી વેલડી જોડાવાજો)

વ્હાલા આરે અવસરે વહેલા આવજો

વ્હાલા વિનંતી કરું કર જોડી...અવસરે વહેલા આવજો 

વ્હાલા સેજ પલંગે પોઢ્યા હશો

વ્હાલા રૂક્ષમણી ચરણ પખારે...અવસરે વહેલા આવજો

વ્હાલા સુખ શૈયાઓ છોડી આવજો 

તમ આવે થયે લીલાલહેર...અવસરે વહેલા આવજો

સાથે લક્ષ્મી માતાને તેડી લાવજો 

વ્હાલા ગરુડે ચઢી અસવાર...અવસરે વહેલા આવજો

તમ આવે રૂડા વાન નીપજે 

તમ આવે પડે પકવાન...અવસરે વહેલા આવજો

વ્હાલા ચુંથારામની છે એટલી વિનંતી 

તારા દર્શનની છે મુજને આશ...અવસરે વહેલા આવજો

મીઠી મીઠી મોરલી

(રાગ: ઘોડીલે બેસીને પાન ચાવો લાડકડા)

મીઠી મીઠી મોરલી બજાવો કનૈયા

ઊંચા નીચા સુર મિલાવો કનૈયા.....મીઠી મીઠી મોરલી...

બંસરી બજાવી કાના ઘેલી કીધી રાધિકા 

હળવા હળવા બંસરી બજાવો કનૈયા.....મીઠી મીઠી મોરલી...

મોરલી સુણીને મારું માંદુ ઝોલા ખાય છે

કાળજડાંમાં ખટકા લાગે કનૈયા.....મીઠી મીઠી મોરલી...

ભોજનીયા ના ભાવે કાના નીંદરડી ના આવે 

ઘડીએ ઘડીએ ઉભી થઇને જોતી કનૈયા.....મીઠી મીઠી મોરલી...

છાનીમાની આસું લુછતી ડૂસકે ડૂસકે રોતી

ઊંચીનીચી નજરે નિહારું કનૈયા.....મીઠી મીઠી મોરલી...

ચુંથારામના સ્વામીને નિત નિત નમતી 

વારી વારી વારણાં લેતી કનૈયા.....મીઠી મીઠી મોરલી...

સંત સભામાં મારે જાવું છે

(રાગ: નવું નગર મારે જોવું છે)

સંત સભામાં મારે જાવું છે - કૃષ્ણ ભજન મારે ગાવું છે

નટવરજીનાં નામ રટીને ભવસાગર તરી જાવું છે....શ્રી કૃષ્ણ ભજન....

રણછોડ રસીયો હ્રદયમાં વસીયો

એને ન્યારી ન્યારીને ન્યાલ થાવું છે.....શ્રી કૃષ્ણ ભજન.....

રંગે રૂપાળો ને છેલ છબીલો 

કાનુડા પર વારી જાવું છે.....શ્રી કૃષ્ણ ભજન.....

રસીયા રસિકની છબી નિહાળી 

અંતરમાં અતિ હરખાવું છે.....શ્રી કૃષ્ણ ભજન.....

કળીયુગમાં હરિ કીર્તન કરીને 

ભવજળ પાર તરી જાવું છે.....શ્રી કૃષ્ણ ભજન.....

ચુંથારામનું સ્મરણ કરીને 

લક્ષ ચોરાશી ટળી જાવું છે.....શ્રી કૃષ્ણ ભજન.....

Wednesday, January 15, 2025

મોંઘો મનુષ્યનો દેહ

 (રાગ: મારે સાસરીયે જઈ કોઈ કહેજો એટલડું...)

મોંઘો મનુષ્યનો દેહ તને મળીયો જીવલડા સમરીલે સીતા રામને 

પછી નહીં મળે અવસર આવો જીવલડા સમરીલે સીતા રામને 

થોડું જીવવું ને કામ તારે ભારે - ઘણો ગૂંચવાયો જગના વહેવારે 

તારું જીવતર એળે જાશે જીવલડા સમરીલે સીતા રામને....મોંઘો મનુષ્યનો...

તુંતો બાંધી મુઠી લઇ આવ્યો - કશું સાથે નહીં લઇ જાવો 

તારો ફોગટ ફેરો થાશે જીવલડા સમરીલે સીતા રામને....મોંઘો મનુષ્યનો...

આ સુખ સંસારનું કેવું - જાણવું ઝંઝાવાના જળ જેવું

તેને જાતાં નહીં લાગે વાર જીવલડા સમરીલે સીતા રામને....મોંઘો મનુષ્યનો...

એવું જાણીને પ્રભુને ભજીએ - સ્નેહ માયાને મનથી તજીએ 

દાસ ચુંથારામના સ્વામીને રટીએ જીવલડા સમરીલે સીતા રામને....મોંઘો મનુષ્યનો...

પ્રિતડી બાંધો હરિના નામની

(હંસલો ચાલ્યો જવાનો એકલો રે)

પ્રિતડી બાંધો હરિના નામની 

જીવનમાં નાવ મળી નામની - પ્રિતડી બાંધો હરિના નામની 

પ્રિત કરીને જેણે ભુદરજી ભજીયા 

ધન્ય ધન્ય ધન્ય તેની જાતડી - પ્રિતડી બાંધો હરિના નામની 

પ્રથમ પ્રીતડી કરી પ્રહલાદજી

સ્થંભે પ્રગટ્યા મારા શ્મયાજી - પ્રિતડી બાંધો હરિના નામની 

સચી રે પ્રિતથી શ્યામ મારો રીઝશે 

મનના વિકારો બધા તૂટશે - પ્રિતડી બાંધો હરિના નામની 

જગમાં જન્મીને જેણે હરિ ના જાણીયા

તેને જીવિત શા કામની - પ્રિતડી બાંધો હરિના નામની  

દાસ ચુંથારામના સ્વામીને વિનવું 

જીવનમાં નાવ મળી નામની - પ્રિતડી બાંધો હરિના નામની 

મારા અંતર જ્યોતિ રામ

(રાગ: વિધિના લખીયા લેખ લલાટે ઠોકર......)

મારા અંતર જ્યોતિ રામ રઘુવીર જાગજો રે 

મુજને પોતાનો જાણીને દર્શન આપજો રે 

વિશ્વ સકળમાં રહ્યા છો માલી - તમ વિણ ઠામ ના દીસે ખાલી

વ્હાલા સેવકને દીન જાણી કરુણા ઉર લાવજો રે...મારા અંતર જ્યોતિ.... 

કામ ક્રોધ મદ લોભને કાઢી - નિર્મળ કરજો બુદ્ધિ અમારી 

જેથી ગાઈએ તમારા ગાન અતિ ઉમંગથી રે....મારા અંતર જ્યોતિ.....

જળમાં સ્થળમાં જડ-ચેતનમાં - સઘળે આપ બિરાજી રહ્યા છો

ચુંથારામ દાસ તણી આ અરજી ઉરમાં ધારજ્યો રે....મારા અંતર જ્યોતિ...

નરતન નગરીમાં

(રાગ: મોજમાં રહેજો રહીવર મોજમાં રહેજો)

નરતન નગરીમાં મેં તો જાગીને જોયું

બ્રહ્મ ભુવનમાં હીરલો ટમકે જુક્તિની રીતિ વર્તીને જોયું

કરમ ભરમની સાંકળ ગુરુ શબ્દે તોડી 

નિજ સ્વરૂપે હું પદ ખોયું  જુક્તિની રીતિ વર્તીને જોયું

સોહમ શબ્દોની શાને સમજીને લીધું 

ઘટ ઘટમાં રામ રમૈયા જોવું  જુક્તિની રીતિ વર્તીને જોયું

સ્વરુપાનંદે આત્મા સદગુરુની સાક્ષી 

ચુંથા સ્વરૂપે મનડું મોહ્યું  જુક્તિની રીતિ વર્તીને જોયું

Monday, January 13, 2025

નરતન નગરીમાં કૌતુક થાય

(રાગ: એકવાર બોલો મારી મરનારસી)

નરતન નગરીમાં કૌતુક થાય - ચાર-પાંચ ફેરિયા લુંટી ખાય 

નવ દરવાજે વેપાર થાય - કાળા બજારનો માલ વેચાય 

બોત્તેર દેશનો અવળો ન્યાય - તેથી નગરના લોક પીડાય 

પચ્ચીસ પોલીસ જેમ તેમ અથડાય - પકડી લે તો ઝગડો ઓલવાય

નવસે નવ્વાણું નદી ફેલાય - તોય બળતરા ના ઓલવાય 

માયા તૃષ્ણાથી માર સૌ ખાય - સમજુને સૌ સમજાય 

જો સમજે તો સુખિયા થાય - ચુંથા હરિના ગુણલા ગાય 

લાલજી એક જ વડનાં ઝાડ

( રાગ: વીંછી ચઢ્યો રે કમાડ)

લાલજી એક જ વડનાં ઝાડ છુપા શાને રહ્યા રે

લેતા પળપળની સંભાળ છુપા શાને રહ્યા રે 

તમારી થાય તેવી મરજી, અમને તેવું સર્જન હરજી છુપા શાને......

તમારી કર કૂંચી આધારે સઘળી દુનિયા ફેરા મારે છુપા શાને...

તમે છો દોરીના સંચાર છુપા શાને રહ્યા રે 

તમે જે ઠરાવીયું નિર્માણ એનું એજ આવે પ્રમાણ છુપા શાને....

તમે જો કૃપા કરો કિરતાર તો તો સંચિતના શા ભાર છુપા શાને....

તમે છો સમરથ સર્જનહાર છુપા શાને રહ્યા રે 

તમે છે પતિતપાવનકારી ચુંથા જુએ રાહ તમારી છુપા શાને....

તન ખેતર ખેડાં

(રાગ: કાંગ ખેતર ગ્યાંતાં રે)

તન ખેતર ખેડાં રે જીવન જાય છે 

તન ખેતર ખેડાં રે ધીરજના ધોરી જોડો 

ઝરણાનું ખાતર વેળાં રે જીવન જાય છે 

ચિત્ત ચોવાળ જોડાં હરિ નામ દાણા ઓળાં

નીર્ભયનો માગો વાળાં રે જીવન જાય છે 

કર્તવ્ય કરાવી કાઠાં અજ્ઞાન અંકુર પાડો

પડવા ન દેવાં છીંડાં રે જીવન જાય છે 

સતસંગ સાધનારાં હરિ માર્ગે જનારાં 

સંતોની સેવા ધારાં રે જીવન જાય છે 

ક્ષમા ખાળું વારાં રે સંતોષ પાક પામાં 

ચુંથા દિન ગાળાં રે જીવન જાય છે  

વાલા કેમ કરી વળગી રહીએ

(રાગ: બેની બરોબરી ના કરીએ)

વાલા કેમ કરી વળગી રહીએ

સામા દુરીજન લોકો દેખે દયાળુ કેમ કરી વળગી રહીએ

વાલા કેમ કરી કીર્તન કરીએ

જ્યાં ત્યાં ઈર્ષાળુ જન હુંકે કાનુડા કેમ કરી કીર્તન કરીએ

વાલા સમાજમાં શીદ ફરીએ 

જ્યાં ત્યાં ભડભડ ભડકા લાગે કાનુડા કેમ કરી ભેગા રહીએ

વાલા વાલાંમાં કેમ કરી વસીએ 

જ્યાં ત્યાં સ્વારથ સગડી સળગે છબીલા કેમ કરી આગળ ધસીએ

તારા વિયોગે રોઈ રોઈ રહીએ

તારો ચુંથા શરણે આવ્યો શામળીયા દીન પર કરુણા કરજો 


કાન તારી કચેરી માંય

(રાગ: આંબલા હેઠ તળાવ)

કાન તારી કચેરી માંય અરજદાર આવી ઊભો

ઊંડા અંતરના ઘાવ, ફરિયાદ નોંધાવી રહ્યો રે 

મારે તારી સાથે તકરાર, હૈયું તલસી રહ્યું રે

અંધેર દીઠું અપાર, કહેતાં લાજી મરું રે

વ્હાલા તારો આવો શો ન્યાય, અધવચ રખડી પડું રે

કાળજાં કૂણાં કોળાય, કેમ કરી આગળ ધસું રે 

મનડું મરી નાં જાય, વાસના વળગી પડી રે 

એક તારો સાચો આધાર, ચુંથારામ શોધી રહ્યો રે  

હું તો મનથી કરું સેવા

(રાગ: ધનુ ખરા બપોરે ધનુ માંયરામાં)

હું તો મનથી કરું સેવા, તમે માની લેજો દેવા 

રામ લક્ષ્મણ સીતા મારા શમણામાં 

હું તો આપું જળની ઝારી, દાતણ કરોને મોરારી 

ઝીલણ ઝીલવા પધારો દેવી સરયુમાં 

પીળા પીતામ્બર પહેરાવું, મોંઘી પામળીઓ ઓઢાડું 

સોના ચાખડીઓ પહેરી પધારો મંદિરમાં 

ભાલે ચંદન ચર્ચાવું, અંગે અત્તર છંટાવું

ગજરા ગૂંથીને સોહાવું બંને હાથોમાં

હાર હીરાના પહેરાવું, સોના મુંઘટ ધરાવું

કુંડળ ગુલરીયાં પહેરાવું બંને કાનોમાં

મનથી મોંઘા મેવા લાવું, પ્રેમે પાનબીડાં બનવું 

સેજ સંભાળીબિછાવું મન મંદિરમાં 

ગુરુગમ દિવલડે અજવાળું, અનહદ આરતીઓ ઉતારું

ચુંથા સાચાં સ્વપ્નો ધારું મારા અંતરમાં

જીવડા જુઠ્ઠો સંસાર

(રાગ: હંસલા જાજે ગોકુળીયા ગામમાં)

જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા 

હરિ ચરણોની ચિત દોરી તોડ મા - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

સુતદારા પરિવાર સ્વાર્થનો સંબંધ છે

અંધ બની આત્મદ્રષ્ટિ ભૂલ મા - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

હું કરું આ મેં કર્યું સૌ ખોટી તાણા તાણ છે

તારે ઉડી જવાનું જોરમાં - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

વિચારી લે જીવ તારે ઠરવાનો ઠામ છે 

તું તો પોઢ્યો પંથીના મુકામમાં - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

ઝંઝાવાના નીર જોઈ ધસમસ્યો જાય છે 

ચુંથારામ શું મોહ્યા પ્રપંચમાં - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

શામળા શાને લગાડો છો વાર

(રાગ: શામળા સુકાની થઈને સંભાળ)

શામળા શાને લગાડો વાર વેલ તારી સુકાઈ જાય છે 

અમીરસ સીંચો તો સજીવન થાય - વેલ તારી સુકાઈ જાય છે

જલતી સગડીઓ વછે નીકળીયો - કર્મોના પાપે કરમાઈ કળીઓ

જળ વિણ તડકો સહ્યો કેમ જાય - વેલ તારી સુકાઈ જાય છે

શાખા વિસ્તારી છે તારા આધારથી - તારે ભરોસે રહ્યો છું તે દિનથી 

તોય તારા લક્ષમાં ન આવે લગાર - વેલ તારી સુકાઈ જાય છે

એક જ તારો સહારો લીધો - તારા શરણમાં વિશ્વાસ કીધો 

તારે એની નહીં દરકાર - વેલ તારી સુકાઈ જાય છે

ધીંગો ધણી ધારી ઓથે રહ્યો છું - તેમ છતાં તું તો તગડી રહ્યો છું 

ચુંથારામ માગે તારો આધાર - વેલ તારી સુકાઈ જાય છે

Sunday, January 12, 2025

લગની લાગી તારા નામની

(રાગ: ખેંચી ખેંચીને ઘડો જળ ભર્યો હો રાજ)

લગની લાગી તારા નામની હો રામ 

ચિતડામાં તારા વિચાર રે અરજી સુણો ને મોરી શામળા હો રામ 

સંસારી વાત ગમતી નથી હો રામ 

રંગીલી લાગે તારી વાત રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

માયા મમતાનો વેગ આકળો હો રામ

કેમ કરી પામી શકું પાર રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

વ્યાધિઓ મનને મુંજવતી હો રામ

બચાવો બચાવો દીનાનાથ રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

તુજ વિના મારે બીજા કોઈ નહીં હો રામ 

નીચે ધરતી ને ઉપર આભ રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

ચુંથારામની એટલે છે વિનંતી હો રામ

શરણે રાખો સીતારામ રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

મારા પ્રભુજીના પ્રેમીઓને

(રાગ: મારે સાસરીએ જઈ કોઈ કહેજો એટલડું)

મારા પ્રભુજીના પ્રેમીઓને કહેજો એટલડું હરિ ભજનમાં આવજો 

આજે મંડપની રચના બની છે - પધરામણી પ્રભુની કરી છે 

તજી ઘરનાં સૌ કામ ધરી હૈયામાં હામ - હરિ ભજનમાં આવજો 

સાથે વ્યસન કશું ના લાવશો - ઘણી દીનતાના ભાવ દર્શાવજો 

તજી સંસારી વાળ, સજી વેદ માર્યાદ - હરિ ભજનમાં આવજો 

સાચી પ્રીતિથી પગલાં ભરજો - ભાવ ઈર્ષાનો દિલથી તજજો 

સર્વે ભક્તોને વંદન મારા - સર્વેશ્વરને છો પ્રાણ થાકી પ્યારા 

જાણી ચુંથારામને દાસ, પૂરો મનડાની આશ - હરિ ભજનમાં આવજો  

જાગો જાગો રે તમે ભોળા મુસાફિર

(રાગ: મધ બેઠાં રે આંબલીયાની ડાળ.......)

જાગો જાગો રે તમે ભોળા મુસાફિર કે આળસ મરડીને કેમ સુઈ રહ્યા 

દિન ચડીયો રે તોય તારી ઊંઘ ના ઊડી કે પરદેશે આવી પડી રહ્યો 

તારા સાથીડા પહોંચ્યા પોતાને ધામ કે મૃગજળ દેખીને તું મોહી રહ્યો 

પરલોકે જઈ શો જવાબ દેવાશે કે પરભવ મળેલી મૂડી ખોઈ રહ્યો 

મારું માની બેઠો એમાં કાંઈ નથી તારું કે પાપના બાચકા બાંધી રહ્યો 

માયા જાળની અંધ પછેડી ઓઢીને કે પંચ વિષયોથી ફસાઈ રહ્યો

સ્મરણ કરીલ્યો રે સ્મરણ કરીલ્યો પ્રભુનું કે ચુંથારામ મોહનિંદ્રા ત્યાગજો 

જેના જીવનમાં શાંતિ સોહાય

(રાગ: આતો દેવાધિ દેવ કહેવાય)

જેના જીવનમાં શાંતિ સોહાય સંત રૂપ એ જ ગણાય 

જેના ગર્વનો પડદો ચીરાય સંત રૂપ એ જ ગણાય 

જેના અંતરથી ગર્વનો કાંટો ગળે 

દૂધ સાકળ મળે એમ સૌમાં ભળે

જેની મોટાઈ મનથી હણાય સંત રૂપ એ જ ગણાય 

જે જે નાના થયા તે ઊંચા બને 

જળ નીચાણમાં દોડી દોડી ઠરે 

નમ્ર બનવામાં ચિત્ત દોરાય સંત રૂપ એ જ ગણાય 

નાની કીડી સાકર સ્વાદ ચાખી લેતી 

મોટો હાથી તે ફાકે ધૂળ રેતી 

નમ્ર બનવાથી ગુણો ગ્રાહાય સંત રૂપ એ જ ગણાય 

તાડ વૃક્ષ ઊંચું ઊંચું જાય વધી 

કદળી ફળથી નીચી જાયે લચી 

પ્રભુ ચુંથાને કરજ્યોસહાય સંત રૂપ એ જ ગણાય 

નામ સ્મરી લે નામ સ્મરી લે

(રાગ: વૈશંપાયન એણીપેર બોલ્યા સુણ જન્મેજય રાય)

 નામ સ્મરી લે નામ સ્મરી લે નામ સ્મરી લે સાચો

નામ સ્મર્યા વિણ કરે ચતુરાઈ તેને ગણવો કાચો 

ચતુરાઈ તે ચૂલે પડશે ને ડા'પણ બધું ધૂળ ધાણી 

જુઠ્ઠામાં બધો જનમ ગુમાવ્યો તે પથ્થર ઉપર પાણી 

આખર એક દિન જાવું રે પ્રાણી દેહની માટી થાશે 

પાંચ પાંચમાં મળી રહેશે રે પાછળથી પસ્તાશે 

નામ વિના કયે ઠામે રે ઠરશો ભટકી ભટકી મરશો

અજ્ઞાનપણામાં તાણી તોરલીયાં નિશ્ચય ચોરાશીમાં ભરશો 

નામ જગતમાં ઉત્તમ જાણો નામથી પ્રાણી તરશો 

કહે ચુંથારામ સદગુરુના પ્રતાપે જમના હાથથી બચશો

કૃષ્ણજીનું મુખડું સ્નેહાળ જો

(રાગ: ત્યાં પેલી ગોપીઓનો સંગ જો)

કૃષ્ણજીનું મુખડું સ્નેહાળ જો - ત્યાં મારી સુરતાનો ઠામ જો 

શીરપર પર શોભે છે પંચ પાઘડી - પાઘડીમાં લીલા પીળા ફૂલ જો 

મુખપે શોભે છે સોના બંસરી - બંસરીમાં મહ્યું ગોકુળ ગામ જો

વાંકી અણીયારી ભમ્મર આંખડી - આંખડીએ ભૂલ્યા બ્રહ્મા ભાન જો 

હાથે હીરા હેમ સાંકળાં - આંગળી પર તોળ્યો ગિરિરાજ જો 

શ્રી વત્સ ચિહ્ન છાતી માંય જો  - ભૃગુ લાંછન જોડા જોડ જો 

કેડે શોભે છે કટી મેખલા - નાભી ધરાનો રૂડો ઘાટ જો 

પાયે ઝાંઝર ઝીણા વાગતા - સુરસરી ગંગાનાં સ્નાન જો 

એરે ચરણે ત્રિલોક માપીયું - બલીને ચાંપ્યો પાતાળ જો 

શલ્યાની કરી અહલ્યા સુંદરી - ચુંથાને શરણની આશા જો 

પાશેર પેટ માટે પાપો

(રાગ: ગઝલ)

પાશેર પેટ માટે પાપો અમાપ કીધાં

કીધી કમાણી કુડી ધૂળ તો ધમાણી પૂરી 

તન પોષવાજ માટે પાપો અમાપ કીધાં

આવે ગયું ના પાછુ જાણ્યું છતાંય માણ્યું 

ધન ધુતવા જ માટે પાપો અમાપ કીધાં 

અનમોલ આ ઘડીમાં નહીં નામ રૂપ જાણ્યું

વ્હાલાં થાવ માટે પાપો અમાપ કીધાં

દોષો થકી ડર્યા ના ભલી ભાવના ભરી ના

ચુંથારામ દેહ ભાવ માટે પાપો અમાપ કીધાં 

ધાર્યું ના થાય કો'નું

(રાગ: ગઝલ)

ધાર્યું ના થાય કો'નું પ્રબળ રામ ઈચ્છાય 

છે ના સ્વતંત્ર કોઈ સૌ યંત્રમાં પડેલા 

ઈચ્છ્યું ન થાય કો'નું પ્રબળ રામ ઈચ્છાય 

સંયોગ ને વિયોગ બહુ શાંતિ દિલ રાખે 

ચાહ્યું ન થાય કો'નું પ્રબળ રામ ઈચ્છાય 

મળવું, થવું વિખુટા નિયમો મહાન જગમાં 

માગ્યું મળે ન કો'ને પ્રબળ રામ ઈચ્છાય 

સ્વજન, પરજન તે સૌ આત્મરૂપ જાણો 

ચુંથારામ જય શ્રી રામ બોલો પ્રબળ રામ ઈચ્છાય 


રૂડી રામ રટ્યાની તક

 (રાગ: કૃષ્ણ શરણ જેને લીધું છે રે)

રૂડી રામ રટ્યાની તક જાય છે રે 

નાહક કિમ ગુમાવે મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

રામ ભજન વિના મારું તારું રે 

મિથ્યા બધા છે મુલક મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

હિરલો તે હાથ આવ્યો નાથજી રે 

ખોવા તણો છે નહીં હક મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

વારે વારે વખત આવે નહીં રે 

ખોઇશ મા આવેલી તક મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

હરિગુણ ગાન વિનાની વાણી રે 

શ્વાન સમી છે બક બક મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

જોને વિચારી મનમાં જરી રે 

માથે છે જમનો મોટો શક મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

રામ નામ વિના વાતો બીજી રે 

જાણો તે તો છે મોળી ફક મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

સમજી લે મન ભવ દરિયામાં રે 

મોટા મોટા છે ખડક મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

ચુંથારામ જો ભજશો ભાવ ધરીને રે 

તેને નહીં આવે વિઘન મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

મારું મન રામ રટણ લાગ્યું

(રાગ: ધનુ ખરા બપોરે ધનુ માંયરામાં)

મારું મન રામ રટણ લાગ્યું મનજી બીજું નહીં ગમે 

આ સંસાર બન્યો છે ઝેરી મનજી બીજું નહીં ગમે 

વ્હાલું દેખાય છે વેરી મનજી લાગી ભજનની લ્હેરી મનજી બુજુ નહીં ગમે 

ભમતા વિચારો ભેગા કીધા શ્યામ શરણાં બાંધી દીધાં

હરિ સન્મુખ મારગ લીધા મનજી બીજું નહીં ગમે 

જેને જગત કહે છે સારી તે લાગે સૌ ખારું ખારું 

મારે રામ ભજન મન પ્યારું મનજી બીજું નહીં ગમે

ખોટ પડી ખાતામાં ઝાઝી તેથી અંતર ઉઠ્યું દાઝી 

ચુંથારામ ભજું થઇ રાજી રાજી મનજી બીજું નહીં ગમે

મને કેમ વિસારો નાથ

(રાગ: હું તો છાણા વીણવા ગઇતી)

મને કેમ વિસારો નાથ વિચારો અવસર ચાલ્યો જાયે 

ખરો ખોટો પણ દાસ તમારો હું છું દિન દયાળ 

વિશ્વપતિ વગદાં ના વીણાવો રામ થાજ્યો રખવાળ 

છોળું કછોળું થાય કદી નહીં માત-પિતાથી થવાય 

ભૂંડો થયો ભૂલ ખાધી ખરી મેં તુજથી કેમ થવાય 

વિઠ્ઠલા વેગે કરજયો સહાય 

પતિતપાવન દીનદયાળ બિરુદ તારું ગવાય 

બાનું સુણી તુજ બારણે બાળક આવ્યો હરિ ન હઠાય 

વિઠ્ઠલા વેગે કરજો સહાય 

દેવ દયાધન બીજું નાં માંગું બાનાની પત રાખ 

દાસ ચુંથા પર દયા કરી રામજી કૃપા દ્રષ્ટિ નાખ 

વિઠ્ઠલા વેગે કરજ્યો સહાય 

મનજી માન મુકીને માન

 (રાગ: વીંછી ચઢ્યો રે કમાડ)

મનજી માન મૂકીને માન દિવસ વહી જાય છે રે 

અથડાય છે અંધારે સત્ય માન દિવસ વહી જાય છે રે 

જો જે જન્મ ગયો બધો હારી - હાથે કરીને કરી ખુંવારી 

તારી કાળે કરી તૈયારી દિવસ વહી જાય છે રે 

વિષય ઝેર હળાહળ પીધું - હરિ રસ અમૃત ઢોળી દીધું 

હેતે હરિ સ્મરણ નવ કીધું દિવસ વહી જાય છે રે 

બચપણ અણસમજણમાં ગાળ્યું - જોબન ભેરુ સંગ ગાળ્યું 

આખી ઉંમર એળે ગાળી દિવસ વહી જાય છે રે 

વચલી વાય ધન અર્થે ગાળી ઘડપણમાં મતી થઇ દુઃખકારી

અંતે હારી મોઢું વાળ્યું દિવસ વહી જાય છે રે 

ઘડપણે દિકરાના દિકરા રમાડે - અપમાન સાંખે ને લાડ લડાવે 

હજીએ સમજણ કાંઈ નાં આવે દિવસ વહી જાય છે રે 

મનવા મોહ મદ મમ્મત મેલી કરુણારૂ પ્રભુ કરીલ્યો બેલી

ચુંથા આ તક છે હવે છેલ્લી દિવસ વહી જાય છે રે 

Saturday, January 11, 2025

મનજી એવા તે દિન

(રાગ: મારા દિલડામાં વસિયા સુંદીર શ્યામ મારે....)

મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

ઠરશું ઠામે વરીશું દિન દયાળ મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

જગત મૃગજળ મિથ્યા કરી માનીશું 

ફરીશું જાણી જુઠ્ઠી જગ જંજાળ - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

લાભ હાની સમાન ગણી રાચીશું 

મમતા મુકીશું મનથી થાશું અસંગ - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

હરિગુરું સંત ચરણમાં રહેશું સ્નેહથી

જ્યાં ત્યાં સતપુરુષનો કરશું સંગ - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

અસંત મટીને સંત સ્વભાવ થઇ રહે 

રમશે મનડું તે શ્યામ રંગના દાવ - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

કઠણ વચન કહેવાની રીતી છોડીશું 

કડવી વાણી સાંભરશું ધરી પ્યાર - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

માન ત્યજી અપમાનો ખમવા દોડીશું

અપરાધી જનનો માનીશું આભાર - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

ગુણ અવગુણ સરખા ગની માનીશું 

છૂટી જાશે દેહ તણું અભિમાન - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

મિત્ર શત્રુમાં સમદ્રષ્ટિ ધારીશું 

ધરશું ચુંથા શ્રી રામ તમારું ધ્યાન - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?  

કર મન જોર હરિ ભજવામાં

(રાગ: થઇ પ્રેમવશ પાતળીયા)

કર મન જોર હરિ ભજવામાં 

ચેત ચેત દુર્ગુણ તાજવામાં...કર મન જોર હરિ ભજવામાં

ધારો હિંમત હરિ જપવામાં 

લલકારી ભજન ગાવામાં....કર મન જોર હરિ ભજવામાં

ડોળ દેખાડી દંભી થા મા

એકડા વિના મીંડાં નકામાં...કર મન જોર હરિ ભજવામાં

મન ઘોડાને રાખો વશમાં 

શાને જાઓ ડરી સતસંગમાં.....કર મન જોર હરિ ભજવામાં

ફોગટ ફંદ કરી ફસી જા મા 

ઝીલી સતની દોરી પડી જા મા....કર મન જોર હરિ ભજવામાં

ભાન ભૂલોને જુઠ્ઠા હરિરસમાં

રસ રેલાવો પ્રભુ નામ ધૂનમાં.....કર મન જોર હરિ ભજવામાં

પ્રેમ ભાવ ખરીદ્યો દિલમાં 

ચુંથારામ હરિકૃષ્ણ શરણમાં....કર મન જોર હરિ ભજવામાં 

જગત બગીચની માંય

(રાગ: વાડીમાં રેલા રેલ રીંગણું ચોરી ગઈ)

જગત બગીચની માંય - સુખદુઃખ કાયમ નહીં

ભજતો નથી ભગવાન - વેળા ત્ગો ઘટતી ગઈ 

ગર્ભે નવ માસ જઈ - લટક્યો ઊંધો જ થઇ 

તે દુઃખ ભૂલ્યો નાદાન - સુખદુઃખ કાયમ નહીં

હરિજન જોઇને હસ્યો - સ્થાવરમાં ખુબ ધસ્યો 

સાંજ સવારની માંય - સુખદુઃખ કાયમ નહીં

નરદેહ મોંઘો જ મોતી - દળે શું ઘંટીમાં રેતી 

કાચ સાટે પારસ જાણ - સુખદુઃખ કાયમ નહીં

અનમોલ રતન ગુમાવ્યું - શંખલાથી મન મનાવ્યું 

ચુંથારામને તું ખોળ - સુખદુઃખ કાયમ નહીં

જાગોને જંજાળી જીવડા

 (રાગ: મનોડીને લ્હેરું લાગ્યું)

જાગોને જંજાળી જીવડા 

હેત હરિથી લાવો રે મોતનાં નગારાં વાગ્યાં

દેહ ઘર માન્યાં મારાં

માયામાં ભરમાયા રે મોતનાં નગારાં વાગ્યાં

ભ્રમણામાં દુખ પામ્યો 

ઝાઝો ભાર જામ્યો રે મોતનાં નગારાં વાગ્યાં 

વાતો કરતો મોટી મોટી 

પકડી વાત ખોટી રે મોતનાં નગારાં વાગ્યાં

અનેક મેં જન્મો લોધા 

અવળા કરી દીધા રે મોતનાં નગારાં વાગ્યાં

સુખ ના દીઠયું એક ઘડી

આયુષ દોરી તૂટી રે મોતનાં નગારાં વાગ્યાં

ભવની ભૂલવણી ભારી

ડુંલ્યો શોક આરે રે મોતનાં નગારાં વાગ્યાં

ચુંથારામ પ્રભુ છો બેલી 

સંભાળ લેજ્યો વહેલી રે મોતનાં નગારાં વાગ્યાં

જીવલડા રમત ન્યારી રમનારો

(રાગ: જીવલડા ચડતી પડતી આવે જગમાં જીવન ઝોલા ખાય)

જીવલડા રમત ન્યારી રમનારો ઘટ ઘટમાં વાસિયો કિરતાર  

જીવલડા દાસના દુઃખ હરનારો ઘટ ઘટમાં વાસિયો કિરતાર  

ભક્તના કઠણ વચનો ખમતો - સગુણ થઈ ભક્તોની રચના કરતો

દુષ્ટને દંડ દઈ દમનાર ઘટ ઘટમાં વાસિયો કિરતાર  

ભક્તની સંગે નિશદિન ફરતો - મોટપ મેલીને સંચરતો 

ક્ષમા ધરી શાંતિનો દેનાર ઘટ ઘટમાં વાસિયો કિરતાર  

જ્યાં ત્યાં જીવની પાસે ઊભો - દ્રશ્ય ટગ ટગ જોઈ રહ્યો સિદ્ધો 

ભક્તિ ભાવ ભારી ધસનાર ઘટ ઘટમાં વાસિયો કિરતાર  

કર્મ કરાવી કસોટી કરતો - નિજ જનને કસી કસી શુદ્ધ કરતો 

પ્રીતિ પ્રેમ તણો પીનાર ઘટ ઘટમાં વાસિયો કિરતાર  

વિષય રૂપી વ્હાલને હરિવર હરતા - ગરુડ રૂપ ધરી ગ્રાસ જ કરતા 

ચુંથારામ વિઘ્ન હરનાર ઘટ ઘટમાં વાસિયો કિરતાર    

ચિંતા શીદ કરીએ સંતો

(રાગ: મોજોમાં રહેજ્યો રઈવર મોજોમાં રહેજ્યો)

ચિંતા શીદ કરીએ સંતો ચિંતા શીદ કરીએ 

સંચિતનાં સુખદુઃખ સાંખી લઈએ વૈરાગી સંતો ચિંતા શીદ કરીએ 

દૈવ ગતિની રીતો દેવો ના જાણે 

મનડાની વિટંબણાઓ ત્યજી વૈરાગી સંતો ચિંતા શીદ કરીએ

સુખ સંસારમાં હોય તો બીજી શી ગરજો 

મિથ્યા સમજીને અલગ રહીએ વૈરાગી સંતો ચિંતા શીદ કરીએ

ઈશ્વરની આજ્ઞા સમજી સુખદુઃખને સહીએ 

લાભ હાનિનો વિચારના કરીએ વૈરાગી સંતો ચિંતા શીદ કરીએ

અખંડ આનંદ મચી સંતોષે રહેજો 

નામ નાણાની ભરતી કરીએ વૈરાગી સંતો ચિંતા શીદ કરીએ

ઝાંખી પ્રભુની થવા ભાવનાઓ કરજો 

ચુંથા આપે ઉદ્ધાર કરીએ વૈરાગી સંતો ચિંતા શીદ કરીએ

ગર્ભમાં કોલ કરી આવ્યો

 (રાગ: ઝાઝું નશીબ હવે જાગ્યું જી હા બરાબર)

ગર્ભમાં કોલ કરી આવ્યો હો જીવ મારા 

વૃથા જનમ ગુમાવ્યો હો જીવ મારા 

હરિ હરિ કૃષ્ણ કરીલે - લેશ ન કર મનથી પ્યારા 

અપરાધો દુર કરે તારા હો જીવ મારા 

ખરે ટાણે કામ આવે - બગડ્યાની એ છે બુટ્ટી 

જશે જનમ મરણ તૂટી હો જીવ મારા 

ભક્તિ પ્રેમે કરતાં - અંતરમાં આવી વસશે 

અવગુણો આઘા પાછા ખસશે હો જીવ મારા 

ઈશ્વરની ઓળખાણ કરી - વરીલેને શ્યામ હરિ

પાછી આવેના જંજાળ ફરી હો જીવ મારા 

ચુંથા સુખ ધામ નામ રામનું રટણ કરીલે પ્યારું 

મોક્ષ ગતિ રામનામ પ્યારું હો જીવ મારા 


શાંત બની સમજ મનજી

 (રાગ: બેનડી તને વારતી વીરા સાંઢીયો વાળીશ નહીં)

શાંત બની સમજ મનજી જ્યાં ત્યાં ભટકીશ નહિ 

આજ કાલ વાતો કરતાં - આવી જશે આણું - મનજી જ્યાં ત્યાં ભટકીશ નહીં 

ભર્યું રહેશે ભાણું મનજી જ્યાં ત્યાં ભટકીશ નહીં 

કોઠારો ઠાંસી ભર્યા પણ તળીએ છે કાણું - મનજી જ્યાં ત્યાં ભટકીશ નહીં

મોહની માયાનું માણું - મનજી જ્યાં ત્યાં ભટકીશ નહીં

ભર્યું નથી કોઈએ કદી એ તું ભરવા મિથ્યા પામે - મનજી જ્યાં ત્યાં ભટકીશ નહીં

જાગીને જો જમનું થાણું - મનજી જ્યાં ત્યાં ભટકીશ નહીં

આવો રૂડો અવસર આવ્યો તોય ઘડી ના થોભાણું - મનજી જ્યાં ત્યાં ભટકીશ નહીં

મૂળ જો તારું ખોદાણું - મનજી જ્યાં ત્યાં ભટકીશ નહીં

ઝાડ ઊભું ટકશે નહીં જોને બધું મૂળ ધોવાણું - મનજી જ્યાં ત્યાં ભટકીશ નહીં

ચુંથા જો વાણું વાયુ - મનજી જ્યાં ત્યાં ભટકીશ નહીં

બુદ્ધિ તને વારતી મનજી

(રાગ: બેનડી તને વારતી વીરા સાંઢીયો વાળીશ નહીં)

બુદ્ધિ તને વારતી મનજી - પાપમાં પડીશ નહીં 

મુસાફરી કીધી જાજી - ખાધી લુખી પાખી ભાજી

સતસંગે રામ રાજી  - મનજી પાપમાં પડીશ નહીં 

ભવ તરવા પુલ સારી - નામની બનેલ ભારી 

લાગ મળ્યો સુખકારી - પાપમાં પડીશ નહીં

પંથ છે પવિત્ર પૂરો - ચાલનારો થાય શૂરો 

રાખે રહી જાતો અધુરો - પાપમાં પડીશ નહીં 

ચુંથા પ્રભુની પ્રીતે - પહોંચનારો જગ જીતે 

રામ સ્મરણ કરતાં પ્રીતે - પાપમાં પડીશ નહીં 

મારું કહ્યું માન મનજી

(રાગ: જુવાનીનું લટકું આવ્યું છે દા'ડા ચાર)

મારું કહ્યું માન મનજી મારું કહ્યું માન 

તારું ચાલે નહીં તોફાન મનજી મારું કહ્યું માન

સંસાર સંબંધ તારો સ્વપ્ન સમાન

પ્રપંચની જાળ રચી તેમાં ભૂલ્યો ભાન મનજી મારું કહ્યું માન

માતા-પિતા સુતદારા બહેની વીર સુજાણ 

નારી જાણે મુજ સ્વામી મતલબનું ધ્યાન મનજી મારું કહ્યું માન

આશારૂપી દોરી લાલચ ફાંસી જાણ 

અંત સુધી વળગી રહ્યો મૂકી દે ગુલતાન મનજી મારું કહ્યું માન

રામ રટણ કરી ચઢીએ સોપાન

ચુંથા કૃષ્ણ ચરણ રાખો ધ્યાન મનજી મારું કહ્યું માન

સુણો સહેલી વાત સતસંગની રે

(રાગ: શ્રીનાથજી તે છેલમાં બિરાજતા જો)

સુણો સહેલી વાત સતસંગની રે 

ફોગટબાજી સંસારના સુખડાંજો સુણો સહેલી વાત સતસંગની રે 

જેવું ઝાકરનું નીર મોતી ઝળહળે રે

તે તો વણસી જાશે પળવારમાં - સુણો સહેલી વાત સતસંગની રે 

જેવી ગેડ્યાંની રેટ ઘટમાળ છે રે 

એક ભરાય એક ખાલી થાય છે - સુણો સહેલી વાત સતસંગની રે 

એક અવતરે એક મટી જાય છે રે 

એવું સમજી કપટ છળ છોડીયે - સુણો સહેલી વાત સતસંગની રે 

પુણ્ય પાપનો જવાબ ખાતું ખોલશે રે 

જયારે જમના કીંકરો આવી ઝાલશે - સુણો સહેલી વાત સતસંગની રે 

મિથ્યા મમ્મત કર્યે શું થાય છે રે 

હરિના હુકમ વિના તરણું હાલે નહીં - સુણો સહેલી વાત સતસંગની રે 

જેમ અંજલિનું જળ વહ્યું જાય છે રે 

એની પેરે આવરદા ઘટી જાય છે - સુણો સહેલી વાત સતસંગની રે 

તજી ગર્વ ગોવિંદ ગુણ ગાઈએ રે 

ચુંથા હરિ ભજી પાર પામીએ - સુણો સહેલી વાત સતસંગની રે  

માનસરોવર મોંઘા મોતી રે

(રાગ: ફૂલ ભર્યો વિંજણો ને બેનને શિર ધર્યો)

માનસરોવર મોંઘા મોતી રે - હંસલા હોય તો મોતી રે ચુગેને 

હંસલા હોય તો મોતી રે ચુગે ને બગલા બેઠા કાદવ ડોળે રે 

દૂધને પાણી જુદા રે પાડીને - મોંઘા રે મોતી હંસા ચારે રે - માનસરોવર.....

ગુણ અવગુણનો ભેદ જડે નહીં ને બગલા ભૂંડા લાજી મરે રે - માનસરોવર.....

મરજીવા તો મોતી રે ચુગે ને કાયર મારશે તરફડી રે - માનસરોવર....

ચુંથા સાચા સંત સોહાગી ને મુક્તફળના તે અધિકારી રે - માનસરોવર.....


Friday, January 10, 2025

મનુષ્ય જનમનુ માળિયું છે ટાણું

 (રાગ: ગાયો ચારીને વહેલા આવજ્યો રે....)

મનુષ્ય જનમનુ માળિયું છે ટાણું - એળે ના જવા દઈશ....

હોવ હોવ....એળે ના જવા દઈશ.....ઘેલા જીવ અંતે ઘણો પસ્તાઈશ

દુર્લભ દેહ આ પડી રે જાશે - ખરાબ ખાણું ના ખાઇશ.......

હોવ હોવ....ખરાબ ખાણું ના ખાઇશ....ઘેલા જીવ અંતે ઘણો પસ્તાઈશ

હું હું કરતો શાને હુંકે છે - કાયા તો રહેવાની નહીં......

હોવ હોવ....કાયા તો રહેવાની નહીં....ઘેલા જીવ અંતે ઘણો પસ્તાઈશ

આજ કાલ કરતાં ઉંમર ખોઈ - કરીના કાંઈ કમાઈ.....

હોવ હોવ....કરીના કાંઈ કમાઈ.....ઘેલા જીવ અંતે ઘણો પસ્તાઈશ

કહે ચુંથારામ હરિ ના ભજીયા - હાથમાંથી બાજી ગઈ.....

હોવ હોવ હાથમાંથી બાજી ગઈ.....ઘેલા જીવ અંતે ઘણો પસ્તાઈશ

વિચારમાં વહી જાશે જવાની

(રાગ: ગાયો ચારીને વહેલા આવજ્યો રે....)

વિચારમાં વહી જાશે જવાની - આવેલો અવસર જાય....... 

હોવ હોવ.....આવેલો અવસર જાય....જીવ તારી અંતે ફજેતી થાય  

સતસંગ વિના ગોથાં રે ખાધાં - આવરદા એળે જાય......

હોવ હોવ..... આવરદા એળે જાય....જીવ તારી અંતે ફજેતી થાય

મૂઢ માટીનો પામર પ્રાણી - અજ્ઞાને માટી મુંજાય.........

હોવ હોવ....અજ્ઞાને માટી મુંજાય.....જીવ તારી અંતે ફજેતી થાય

ગુરુ પ્રતાપે દાસ ચુંથા રે બોલ્યા - ગુરુજી ઉતારે ભવ પાર......

હોવ હોવ......ગુરુજી ઉતારે ભવ પાર.....જીવ તારી અંતે ફજેતી થાય

જીવ રાણાજી, મનુષ્ય જનમ

(રાગ: રાણા રાવણજી રામની સાથે રઢ નવ કીજીએ)

જીવ રાણાજી, મનુષ્ય જનમ મળીયો મોંઘા મુલનો 

એક ઘડી તારી લાખેણી વહી જાય છે...જીવ રાણાજી....

તું તો વિષય વનમાં ભૂલો પડ્યો

તારો અવસર એળે જાય વહ્યો...જીવ રાણાજી....

બળ જોબન વીત્યું, વૃદ્ધ થયો

તોય પ્રભુ ભજનમાં પાછો રહ્યો...જીવ રાણાજી....

તું તો અવળા પંથે ચઢી ગયો 

તારો મૂળ મારગ તને ના જડ્યો...જીવ રાણાજી....

આતો દેહ દરવાજો મુક્તિનો 

તેને શોધી શોધીને ભવ તારો...જીવ રાણાજી....

દાસ ચુંથાના સ્વામીને રટજ્યો

તારો પોકાર સુણીને પ્રભુ પ્રગટ થશે...જીવ રાણાજી.... 

સંસાર સાગર મહાજળ ભરીયો

(રાગ: તમે મારા મન લક્ષ્મણા ભાઈ રે ઘડી ન રાખ્યો રામ રે)

સંસાર સાગર મહાજળ ભરીયો - માયાનાં મોજાં અપાર 

તૃષ્ણાની લહેરો તાણી તાણી જાય છે - એક નામનો આધાર રે 

તમે મારે મન વસિયા મોરારી - તારોને ભવજળ પાર 

માયા બાંધે જકડી બંધાયો - ફાંફા મારું રે અપાર 

આશાની ઘૂમરી વિષયની ભમરી - ઊંડે લઇ જાય અપાર 

માં બડાઈ મોટેરો મગર - ડાચું ફાડી ખાવા ધાય  

કીર્તિ જળકૂકડી ચાંચો મારી ભાગે - વારે ધાવો રે બ્રિજરાજ રે

નામ સ્મરણ રૂપી નાવ બનવી - તરવાને ભીડી રે હામ 

ખેવટિયા થઇ આવો રે રણછોડજી - ચુંથારામ પોકારે વારંવાર 

તમે મારે મન વસિયા મોરારી - તારોને ભવજળ પાર

Thursday, January 9, 2025

ભવજળ તરવા ઉમંગે હરિ

(રાગ: વનડાવનની કુંજ ગલીમાં કેશર વર્ણા ઝાડ છે)

ભવજળ તરવા ઉમંગે હરિ ભજીયે મારા પ્રેમીઓ 

વિષય સુખમાં રચ્યા પચ્યા શીદ રહીએ રે સોહાગી મનવા 

મોંઘો મનુષ્યનો જનમ ફરી ફરી નહીં પામીએ 

સંતસમાગમ દેવોને દુર્લભ કોડે કોડે કીજીયે 

ભજન ભુલાવે એવાનો સંગ તજીયે રે સોહાગી મનવા 

મોંઘો મનુષ્યનો જનમ ફરી ફરી નહીં પામીએ 

વણમતિયા દુનિયાને વાદે ફોગટ ફેરા શીદ ફરીએ 

હરિ ભજન કરી જન્મ સફળ કરી લઈએ રે સોહાગી મનવા 

મોંઘો મનુષ્યનો જનમ ફરી ફરી નહીં પામીએ 

રૂડું કરતાં કુડું કહે તેવા દુરીજનીયાંથી શીદ ડરીએ 

અંતરમાં સમરિએ સુંદર શ્યામ રે સોહાગી માનવા 

મોંઘો મનુષ્યનો જનમ ફરી ફરી નહીં પામીએ 

કર જોડીને કહે છે ચુંથારામ સમરો સીતારામ ને  

પલઘડી ના રાખો ન્યારા નાથ રે સોહાગી માનવા 

મોંઘો મનુષ્યનો જનમ ફરી ફરી નહીં પામીએ 

ગોથાં ખાધાં રે ઘણા ભવનાં

(રાગ: કઢૈયામાં શેવો ઓસાવી .......)

ગોથાં ખાધાં રે ગણા ભવનાં ચિંતાને ડુંગર જઈ ચઢ્યો રે 

ભાન ભૂલ્યો કે હું કોણ ભજન વિના ભાવ ભટક્યો રે 

જાળવી જાણી નહિ જાત કલેશ દુર નવ કર્યો રે 

કાયા દમી ને કલેશ વહોરીયો સમજણ તો દુર રહી રે 

ઝીણાં ઝીણાં જીવડાંને જાળવે કહેશે કે કલ્યાણ કરીએ રે 

તીર તાકે માણસનાં તુંબડાં ઈર્ષા અગ્નિ ઝળહળે રે 

ગળાં રહેશીને ભેગું કરીયું ના ખર્ચે ના વાપરે રે 

પાપનો બાંધીને બાચકો નર્ક પંથે જઈ રહ્યો રે 

પરપંચે પટલાઈ ડોળવા ઊંધું બોલે જાણી જોઈને રે 

લાંચો ખાધના લાલચુ ચોરાશીમાં ડૂબી મરે રે

હરિનું ભજન કરી હારિયો કહેશે કે નવરાશ નથી રે 

રખડવું રઝળવું ગામમાં ઉંમર આખી ખોઈ નાખી રે 

ઠઠ્ઠા બાજીમાં છે ઠાવકા બહેકેલા બોલે તાણી તાણી રે 

કહે ચુંથારામ શી ગત થશે લેવાશે લેખાં પળપળનાં રે 


સંત શરણે જઈ નિર્મળ

(રાગ: શેરી વળાવી સજ કરાવું ઘેર આવો ને)

સંત શરણે જઈ નિર્મળ સંત બની જઈએ રે 

મૂરખ લોકડિયાંનાં મહેણાં સુણી ન સુખી થઈએ રે - સંત શરણે....

હરી રીઝવવા કૃષ્ણ ભજન રૂડી કહેણી રે 

કહેણી કથીયે એવી હૃદયમાં રાખો રહેણી રે - સંત શરણે.....

શોક સંશય ઉપાધી ટાળી જગ આશરે 

દયાળુ ગંભીર બનીને પ્રભુના દાસ રે - સંત શરણે....

વેદ મર્યાદા નીતિ રીતી ગણી વ્હાલી રે 

હરી ભક્તિ વિના પળ એક જાય ના ખાલી રે - સંત શરણે.....

પ્રભુમાં ભાન ભૂલી ઘેલી બની મતવાલી રે 

તે તો ઓળખનારા ઓળખે પ્રભુની પ્રીત પ્યારી રે - સંત શરણે......

લોઢું ને ચુંબક જેમ એક મેક થાય તેમ ભાળીએ રે

તન મન ધન સોંપી દઈએ હરીના કહેવાઈએ રે - સંત શરણે.....

એક ચિત્તથી હરી ભજીએ દુર્જન સંગ તજીયે રે

કહે ચુંથા મુક્તિની માર્ગ સફળ કરી લઇએ રે - સંત શરણે.... 

મારું મારું કરતો મૂરખ

(રાગ: હાટાં બજારો વચ્ચે નીકળ્યો રે ઉભો ઉભો)

મારું મારું કરતો મૂરખ ઠામ ઠરી નવ બેઠો રે જગ મેળામાં 

સત સંગતમાં ભાવ ના રાખ્યો પાપ સભામાં પેઠો રે જગ મેળામાં 

થોડું જીવતર આશા લાંબી આતે કૌતુક કેવું રે જગ મેળામાં 

માથા ઉપર મોત ભમે છે જેમ તેતર ઉપર બાજ રે જગ મેળામાં 

કીડા વાળું કુતરું જેમ દોડે જપે નહિ તે જરીયે રે જગ મેળામાં 

વિષય વારો વલખાં કરે ડૂબ્યો દુઃખના દરિયે રે જગ મેળામાં 

માયા નશો કેફ ચડાવી છાતી કાઢી બોલે રે જગ મેળામાં 

ઝડપ કરીને કાળે પકડ્યો બાંધી ઢસડી દોરે રે જગ મેળામાં 

ભીંડો જોને ફૂલ્યો ફાલ્યો વિલાઈ જાશે વહેલો રે જગ મેળામાં 

મૃગજળ દેખી મોહ્યો પ્રાણી ચુંથા શીખ ના માની રે જગ મેળામાં 

હરી રસ મોંઘા મુલનો

(રાગ: પેલો સામે ઉભો કદમ ડાળને છાંયડે રે મનહર મોતી)

હરી રસ મોંઘા મુલનો જેણે પીધો તે નર પાય રે - રામ ભજીલ્યો 

શિર સાટે એ પીજીએ બને કંચન સરખી કાય રે - રામ ભજીલ્યો 

નિર્મળ પાણી નદી તણા પણ નમીએ તો જ પીવાય - રામ ભજીલ્યો 

નીચે નમ્યા વિના ના મળે કાંઈ તરસે જીવડો જાય - રામ ભજીલ્યો 

હરીના જન જ્યાં સામા મળે ત્યાં નમીએ ચરણની માંય રે - રામ ભજીલ્યો 

સંતપુરુષની કૃપા હોય તે હરીરસ પામીએ ત્યાંય રે - રામ ભજીલ્યો 

પ્રેમભક્તિથી નામ જ રટીએ ભવસાગર તરી જઈએ રે - રામ ભજીલ્યો 

ચુંથા હરીરસ પીધો જેણે જન્મ મરણ નવ હોય રે - રામ ભજીલ્યો 

આવો અવસર ફરી નહીં આવે

(રાગ: લીમડે ઝાઝી લીંબોડી)

આવો અવસર ફરી નહીં આવે રે મન કરજે વિચાર 

પ્રભુ નામ રટણ જે કર્શેકારશે રે તેનો બેડો પાર 

આવ્યા ક્યાંથી ને ક્યાં જાવું રે તેનો કરજે વિચાર 

સ્થિર ઠેકાણે થઈ ઠરવું રે - નવ પાછો પગ લગાર

હરી નામ વિના નર સુતકી રે - શુદ્ધ કડી નવ થાય 

પાપી પણ પ્રભુ નામથી રે - સહેજે પાવન થાય 

ચુંથારામ પ્રેમ નગરમાં મહાલે રે - આનંદ લીલા લહેર 

હરી નામ સ્મરણમાં લોટે રે - હરખે આનંદ ભેર  

રંગતાળી રંગતાળી રંગતાળી

(રાગ: દિવાળી દિવાળી કે આજ મારે દિવાળી રે)

રંગતાળી રંગતાળી વાલમડાની રંગતાળી રે 

મારે પૂર્વની પ્રીત ઘણી જાગી વાલમડાની રંગતાળી રે 

મન રૂપી ઘોડીલાને ચિત્ત રૂપી ચાબુક

તાણી તાણી લાવું વાળી વાલમડાની રંગતાળી રે 

દયાજીની રેતમાં ને ક્ષમાજીના ખેતમાં 

ફેરવી ભણાવી ચાલ સારી વાલમડાની રંગતાળી રે 

જ્ઞાન રૂપી ઘાસ વૈરાગ્ય રૂપી દાણો 

શાંતિ સાંકળ બાંધનારી વાલમડાની રંગતાળી રે 

નીરમાન નીર જીન ઝરણા ઉદારતા 

શમદમ પેંગડે સવારી વાલમડાની રંગતાળી રે 

ચુંથારામ નામની નોબતો બાજે 

ઊર્મિની નાયિકા નાચડી વાલમડાની રંગતાળી રે 

ભજન કરલે ભાઈ

ભજન કરલે, ભજન કરલે, ભજન કરલે ભાઈ રે - આ રે સંસારમાં 

માતા-પિતા તેરે, કુટુંબ કબીલા સાથ ન આવે કોઈ રે 

પલ પલ છીન-છીન આયુષ્ય જાય છે 

કરીલે કાંઈ કમાઈ રે - ભજ કરલે .........

સુતવિત દારા, મિત્ર પ્યારા 

સ્વાર્થની સગાઇ રે - ભજન કરલે.......

ધન જોબનને માલ ખજાના 

કુછ ન આવે તેરે સાથ રે - ભજન કરલે 

રામ નામની બંધો ગાંસડી 

ચુંથારામ લઇ જાઓ સંગાથ રે - ભજન કરલે