(રાગ: મોજમાં રહેજો રહીવર મોજમાં રહેજો)
નરતન નગરીમાં મેં તો જાગીને જોયું
બ્રહ્મ ભુવનમાં હીરલો ટમકે જુક્તિની રીતિ વર્તીને જોયું
કરમ ભરમની સાંકળ ગુરુ શબ્દે તોડી
નિજ સ્વરૂપે હું પદ ખોયું જુક્તિની રીતિ વર્તીને જોયું
સોહમ શબ્દોની શાને સમજીને લીધું
ઘટ ઘટમાં રામ રમૈયા જોવું જુક્તિની રીતિ વર્તીને જોયું
સ્વરુપાનંદે આત્મા સદગુરુની સાક્ષી
ચુંથા સ્વરૂપે મનડું મોહ્યું જુક્તિની રીતિ વર્તીને જોયું
No comments:
Post a Comment