(રાગ: ગઝલ)
પાશેર પેટ માટે પાપો અમાપ કીધાં
કીધી કમાણી કુડી ધૂળ તો ધમાણી પૂરી
તન પોષવાજ માટે પાપો અમાપ કીધાં
આવે ગયું ના પાછુ જાણ્યું છતાંય માણ્યું
ધન ધુતવા જ માટે પાપો અમાપ કીધાં
અનમોલ આ ઘડીમાં નહીં નામ રૂપ જાણ્યું
વ્હાલાં થાવ માટે પાપો અમાપ કીધાં
દોષો થકી ડર્યા ના ભલી ભાવના ભરી ના
ચુંથારામ દેહ ભાવ માટે પાપો અમાપ કીધાં
No comments:
Post a Comment